Site icon Gujarat Mirror

હાપા માર્કેટ યાર્ડમાં પ્રથમ વખત વટાણાની આવક શરૂ, ભાવ રૂા.3100 બોલાયો

જામનગર શહેરના હાપા વિસ્તારમાં આવેલું માર્કેટિંગ યાર્ડ જિલ્લાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે.

ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને મોરબી પંથકના ખેડૂતો પણ પોતાની જણસો વેચવા માટે અહીં આવતા હોય છે, ત્યારે હાલ જામનગર ના હાપા યાર્ડમાં સીઝન અનુસાર જુદી જુદી ખેતપેદાશોની આવક થતી નોંધાય છે.

જેમાં ગઈકાલે પ્રથમ વખત સીઝનના નવા વટાણાની આવક થતાં તેની હરાજી કરવામાં આવી હતી. અને ખેડૂતને મણનો ભાવ 3100 રૂૂપિયા જેવો મળ્યો હતો.

ગાઈકલ સૌ પ્રથમ વખત સીઝનના નવા વટાણાની આવક થતાં પ્રથમ હારતોરા કરી, શ્રીફળ વધેરી વટાણાની હરાજી કરવામાં આવી હતી.

જેમાં ખંભાળિયા નજીક આહેરસિંહણ ગામના માંડણભાઈ સીદાભાઈ ચાવડા નામના ખેડૂતના વટણાંને 3100 જેવો સૌથી વધુ કહી શકાય તેવો ભાવ મળ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી.

અખંડ એન્ટરપ્રાઈઝ નામની પેઢી દ્વારા આ વટાણાની ખરીદી કરવામાં આવી હતી અને તેની શ્રેષ્ઠ ગુણવત્તાને લઈ તેનો 3100 જેવો ભાવ આપવામાં આવ્યો હતો.
ખેડૂતને મણદીઠ 3100 રૂૂપિયા જેવો ભાવ મળતાં ખેડૂતો ખુશીમાં જુમી ઉઠ્યા હતા.
આ ઉપરાંત મોડપર ગામના હમીર અરજણભાઈ નંદાણીયા નામના ખેડૂતને પણ 1818 રૂૂપિયા જેવો વટાણાનો ભાવ મળ્યો હતો.

Exit mobile version