ગુજરાત

604 ખાનગી મિલકતો પર હોર્ડિંગ્સનો સરવે, 31 ગેરકાયદે

Published

on

મુંબઈની હોર્ડિંગ દુર્ઘટના બાદ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા ટેન્ડરવાળા અને પ્રથમ વખત ખાનગી મિલકતો ઉપર લાગેલા હોર્ડિંગ બોર્ડની સ્ટ્રેબિલિટી ચેક કરવા સરવે શરૂ કરાયો

મુંબઈની હોર્ડિંગ દૂર્ઘટના બાદ મહાનગરપાલિકાએ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી મનપાની હદમાં લગાવવામાં આવેલા તમામ પ્રકારના મોટા હોર્ડિંગબોર્ડની સ્ટ્રેબીલીટી ચકાસણી કરવાનો પ્રારંભ કર્યો છે. ટેન્ડર દ્વારા મહાનગરપાલિકાએ આપેલા હોર્ડિંગ્સબોર્ડની યાદી એસ્ટેટ વિભાગ પાસે તૈયાર હોય તેનો સ્ટ્રેબીલીટી રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. જ્યારે ખાનગી મિલ્કતો ઉપર લગાવવામાં આવેલા હોર્ડિંગબોર્ડની સ્ટ્રેબીલીટી માટે મનપાએ પ્રથમ વખત સર્વે હાથ ધર્યો હતો. કુલ 343 ખાનગી હોર્ડિંગબોર્ડનો સર્વે કરતા 31 હોર્ડિંગ બોર્ડ મંજુરી વગરના મળી આવતા તે તોડી પાડવાની કાર્યવાહી ટુંક સમયમાં હાથ ધરાશે.


મનપાના એસ્ટેટ વિભાગમાંથી પ્રાપ્ત થયેલવિગત મુજબ ચોમાસાની રૂતુને ધ્યાનમાં રાખી વાવાઝોડા દરમિયાન દૂર્ઘટનાસર્જી શકે તેવા મોટા હોર્ડિંગ્સબોર્ડના સ્ટ્રેબીલીટી રિપોર્ટ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 604 હોર્ડિંગબોર્ડની ચકાસણી કરવામાં આવી જેમાં 261 ટેન્ડર વાળા હોર્ડિંગબોર્ડ જોવા મળ્યા હતાં. આથી એક સપ્તાહમાં કામગીરી પૂર્ણ કરવા માટે 410 હોર્ડિંગબોર્ડના માલીકોને સ્ટ્રક્ચર સ્ટ્રેબીલીટી રજૂ કરવા માટે નોટીસ અપાઈ હતી. જેમાં અમુક હોર્ડિંગબોર્ડમાં સામાન્ય સુધારાની જરૂરિયાત જણાઈ હતી. જ્યારે ખાનગી મિલ્કતો ઉપર મનપાની મંજુરી લીધા બાદ લગાવવામાં આવેલા હોર્ડિંગબોર્ડસ મંજુરીમાં દર્શાવેલ માપસાઈઝ કરતા વધુ મોટા લગાવી દીધા છે કે કેમ તે અંગે પ્રથમ વખત એસ્ટેટ વિભાગે તમામ 343 ખાનગી હોર્ડિંગબોર્ડનો સર્વે હાથ ધર્યો હતો. જેમાં 31 હોર્ડિંગબોર્ડ મંજુરી લીધા વગર ખડકી દીધેલા હોવાનું બહાર આવ્યું છે. આથી આ તમામને નોટીસ આપી સમય મર્યાદામાં હોર્ડિંગબોર્ડ ઉતારી લેવાની સૂચના અપાઈ છે. નહીંતો મનપા દ્વારા આ હોર્ડિંગ તોડી પાડવામાં આવશે.


એસ્ટેટ વિભાગ દ્વારા ખાનગી મિલ્કતો ઉપર હોર્ડિંગ બોર્ડ લગાવવા માટે સાઈઝ નક્કી કરવામાં આવી છે. જેમાં 1020, 2010, 3015 અને 2015 સાઈઝના બોર્ડ સામે 2050, 2515, 2015 અને 3015 સાઈઝના હોર્ડિંગબોર્ડને મંજુરી આપવામાં આવી છે. છતાં અનેક આસામીઓ દ્વારા એક બોર્ડની મંજુરી લઈ વદારાનું હોર્ડિંગબોર્ડ લગાવી દીધાનું સર્વમાં માલુમ પડ્યું છે. કુલ 21 હોર્ડિંશગબોર્ડ સાઈઝ મંજુરી વગરના મળી આવતા તેમને નોટીસ અપાઈ છે. જ્યારે મહાનગરપલિકાએ ટેન્ડર દ્વારા ભાડેથી આપેલ જગ્યા ઉપર લગાવવામાં આવેલા 604 હોર્ડિંગબોર્ડના સ્ટ્રક્ચર સ્ટ્રેબીલીટી રિપોર્ટના આધારે 410 હોર્ડિંગબોર્ડમાં ફેરફાર કરવાની સુચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version