Site icon Gujarat Mirror

સમર શેડ્યૂલ જાહેર, ફરી રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ઠેંગો

હિરાસર એરપોર્ટ નામ માત્રનું ઇન્ટરનેશનલ, મુંબઇ માટે નવી બે ફલાઇટ મળશે

હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધી ઉડાન ભરનારી ફ્લાઈટનું સમર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈની 7, દિલ્હીની 4, હૈદરાબાદ, બેંગ્લોર, પુણેની 1- 1 ફ્લાઇટ ઉડાન ભરશે. જોકે ઉનાળામાં પણ રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં નિરાશા ફેલાઈ છે.

રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યુ હતુ કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરના તમામ એરપોર્ટ પરથી ઉનાળામાં ઉડાન ભરનારી ફ્લાઈટનું સમર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે 5 તો નવી મુંબઈ માટેની નવી 2 ફ્લાઇટ શરૂૂ થવાની છે. આ ઉપરાંત દિલ્હીની 4, હૈદરાબાદ અને બેંગ્લોરની 1- 1 ફ્લાઇટ ડેઈલી ઉડાન ભરશે. જ્યારે પુણેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરશે. જ્યારે ઈન્ડિગો એર લાઇન્સની ગોવાની ફ્લાઇટ બંધ થઈ છે. જે બાબતે એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક મહિના બાદ રાજકોટથી ગોવા જવા માટેની ફ્લાઈટ શરૂૂ થઈ જશે એટલે કે એપ્રિલ અંતથી આ ફ્લાઈટ શરૂૂ થશે.

જોકે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉનાળામાં એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂૂ થઈ રહી નથી. જેનું કારણ એ છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રના મિનિસ્ટ્રી હોમ અફેર્સ વિભાગ સમક્ષ ઇમિગ્રેશન ક્લિયરન્સ માટેની મંજૂરી માગવામાં આવેલી છે. જે હજુ સુધી મળી નથી. આ ઉપરાંત એક પણ એર લાઇન્સ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂૂ કરવા માટે પ્રપોઝલ મૂકવામાં આવી નથી. જેને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો લાભ સૌરાષ્ટ્રવાસીઓને આ ઉનાળામાં પણ નહીં મળે. નવી ફલાઇટમાં એક માસ બાદ ગોવાની ફ્લાઈટ શરૂૂ થશે જે એક માસ બાદ ઉડાન ભરશે.

સમર શેડ્યૂલમાં જાહેર થયેલ ફ્લાઇટ
ફ્લાઇટ નંબર – રૂૂટ – રાજકોટથી પ્રસ્થાન
6E 6174/5004 – દિલ્હી – 7.55 – દૈનિક
AIC 2785/2786- મુંબઈ – 8.35 – દૈનિક
6E 7045/7046 – નવી મુંબઈ – 8.25 – દૈનિક
6E 5156/233 – મુંબઈ – 9.15 – દૈનિક
AI 885/886 – દિલ્હી – 10.00 – દૈનિક
6E 956/957 – પુણે – 10.20 – મંગળ, બુધ, ગુરુ, શનિવાર
6E 2284/2283 – મુંબઈ – 13.45 – દૈનિક
6E 6507/6508 – બેંગ્લોર – 15.55 – દૈનિક
6E 273/5271 – મુંબઈ – 16.20 – દૈનિક
6E 6983/6984 – દિલ્હી – 17.50 – દૈનિક
AI 2730/2731 – મુંબઈ – 18.00 – દૈનિક
6E 2100/2104 – નવી મુંબઈ – 19.35 – દૈનિક
6E 2537/2538 – દિલ્હી – 20.00 – દૈનિક
6E 6823/6824 – હૈદરાબાદ – 20.10 – દૈનિક

 

 

 

Exit mobile version