ખેડાના લસુન્દ્રા ગામે રબારી યુવક સાથે ભાગેલી યુવતી લાપતા, પાસ-એસ.પી.જી.એ તપાસની કરેલી માગણી
રબારી અગ્રણી ઠાકરશીબાપા સમક્ષ યુવતીની માતાએ કરી ન્યાયની માંગણ
ખેડા જિલ્લાના લસુન્દ્રા ગામમાં એક પાટીદાર દીકરીના પ્રેમલગ્નનો મામલો હવે ગરમાયો છે અને તેમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. યુવતીની માતા અને પાટીદાર સમાજના આગેવાનોએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કેટલાક સનસનીખેજ આરોપો લગાવ્યા છે. તેઓનો દાવો છે કે 18 વર્ષની માસૂમ દીકરીને 32 વર્ષનો યુવક ભગાડી ગયો છે, અને જતી વખતે 17 તોલા સોનું તથા રોકડ રકમ પણ સાથે લઈ ગયો છે.
એટલું જ નહીં, યુવક પક્ષ તરફથી દીકરીને પરત મોકલવાના બદલામાં 25 લાખ રૂૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી છે અને જો પૈસા ન મળે તો દીકરીને મારી નાખવાની ધમકી પણ અપાઈ છે. આ સમગ્ર ઘટનામાં કઠલાલ પોલીસના કેટલાક કર્મચારીઓની મિલીભગત હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
આ મામલે દીકરીની માતાએ તેને પરત લાવવા માટે ઘણી આજીજી કરી હતી, પરંતુ દીકરી પરત આવી નહોતી. હવે આ મામલામાં PAAS અઅજ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) અને SPG (સરદાર પટેલ ગ્રુપ)ના નેતાઓએ અમદાવાદમાં દીકરીની માતા સાથે મળીને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાટીદાર નેતાઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. પાટીદાર નેતાઓએ દાવો કર્યો છે કે પાટીદાર દીકરીની હત્યા કરી દેવામાં આવી છે. આ કેસમાં રણછોડ રબારી નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. આરોપ છે કે દીકરીને પરત સોંપવા માટે 25 લાખ રૂૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
પરિવાર દ્વારા આ તોતિંગ રકમ ન ચૂકવવામાં આવતા, બદલાની ભાવનાથી દીકરીની હત્યા કરી દેવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દીકરીની માતાએ રડતી આંખે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીની શોધખોળ કરવા અને જો તેની સાથે કઈ અજુગતું થયું હોય તો ન્યાય અપાવવા માટે સામાજિક આગેવાનો સાથે મળીને પોલીસ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. પીડિત માતાએ જણાવ્યું છે કે મારી દીકરી ક્યાં છે તેની અમને કોઈ જાણ નથી. અમને શંકા છે કે પૈસા ન આપવાને કારણે તેની સાથે કંઈક ખોટું થયું છે.
રેણુકાબેનની દીકરી કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી, પરંતુ સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દીકરીનો ફોન સ્વીચ ઓફ આવતા અંતે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દીકરીએ રબારી સમાજના પિષુયભાઈ દિલીપભાઈ નામના યુવક સાથે લગ્ન કરી લીધા છે. વાયરલ થયેલા વીડિયોમાં રેણુકાબેને જણાવ્યું છે કે, આ લગ્ન તેમની મરજી વિરુદ્ધ થયા છે અને તેમને આ સંબંધ બિલકુલ સ્વીકાર્ય નથી. તેમણે ખાસ કરીને રબારી સમાજના અગ્રણી ઠાકરશીભાઈ ચૌહાણને સંબોધીને વિનંતી કરી છે. મારી દીકરી મારી મરજી વગર જતી રહી છે. ઠાકરશીબાપાને મારી વિનંતી છે કે તમે તમારા શબ્દો પાળો. તમે જ કહ્યું હતું કે કોઈ સમાજની દીકરી લેવી નહીં અને કોઈને આપવી નહીં. હું એક પાટીદાર બહેન તરીકે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરી મને પાછી અપાવો.
ગત 7મી તારીખે લશુંદ્રા ગામની 18 વર્ષની દીકરી દરરોજની જેમ કોલેજ જવા માટે નીકળી હતી, પરંતુ સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દીકરી 32 વર્ષીય પિયુષ દિલીપ રબારી નામના ડમ્પર ડ્રાઈવર સાથે ભાગી ગઈ છે. ત્યારબાદ 9મી તારીખે લગ્નનું સર્ટિફિકેટ મોકલી દેવામાં આવ્યું હતું. જોકે, પરિવારનો આક્ષેપ છે કે આ લગ્ન પાછળ મોટું ષડયંત્ર છે અને તેમાં અંદાજે 42 જેટલા લોકો સામેલ છે.
મારી મરજીથી લગ્ન કર્યા છે, અમને શાંતિથી રહેવા દો, પલક પટેલનો વીડિયો વાયરલ
હેરાન કરશો તો આપઘાત કરીશ જે માટે મારો પરિવારને સમાજ જવાબદાર રહેશે
પાટીદાર સમાજની દીકરી પલક પટેલ નો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. થોડા દિવસ પહેલાં પલકે પિયુષ રબારી નામના યુવક સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા, જેને લઈને બંને સમાજોમાં ચર્ચા અને તણાવનો માહોલ સર્જાયો હતો. પરિવારને આશંકા હતી કે દીકરીની હત્યા થઈ છે. જેના જવાબમાં પલકે વીડિયો બનાવીને જવાબ આપ્યો છે.
લગ્ન બાદ પલકની માતાએ વીડિયો જાહેર કરીને પોતાની દીકરીને પરત સોંપવાની માંગ કરી હતી. આ મામલે પાટીદાર સમાજના આગેવાનો અને એસપીજી ગ્રુપના કાર્યકરો દ્વારા રબારી સમાજના આગેવાનો સાથે બેઠક પણ યોજાઈ હતી. છતાં, છેલ્લા કેટલાક દિવસોથી પલક ક્યાં છે અને તેની સ્થિતિ શું છે તે અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા.
આ દરમિયાન હવે પલકનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સ્પષ્ટ કહી રહી છે કે તેણે પુખ્ત વયે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને કોઈ દબાણ હેઠળ નથી. વીડિયોમાં પલકએ અપીલ કરી છે કે તેમને શાંતિથી જીવવા દેવામાં આવે. તેણે વધુમાં ચેતવણી આપી છે કે જો તેમને હેરાન કરવામાં આવશે તો તેઓ આત્મહત્યા જેવી કડક પગલાં લઈ શકે છે. સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેના માટે પરિવાર અને સમાજના આગેવાનો જવાબદાર રહેશે તેવી પણ વાત તેણે કરી છે.
પોલીસ કર્મીઓની સંડોવણીનો આક્ષેપ
આ કેસમાં માત્ર આરોપીઓ જ નહીં, પણ પોલીસ કર્મીઓની ભૂમિકા પર પણ સવાલો ઉઠ્યા છે. દિનેશ બાંભણીયાએ આક્ષેપ કર્યો છે કે કઠલાલ પોલીસ સ્ટેશનના 3 કર્મીઓ અને મોડાસા પોલીસના કેટલાક કર્મચારીઓની આમાં સંડોવણી છે. આરોપીઓને છાવરવામાં આવી રહ્યા હોવાથી રણછોડ રબારી અને રામજી સામે તાત્કાલિક ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.
વર્ગ વિગ્રહ ટાળવા અપીલ
પાટીદાર અગ્રણીઓ પૂર્વીન પટેલ અને વરુણ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક જઙૠ સંગઠન પરિવારની પડખે છે. આ ઘટનાને કારણે બે સમાજો વચ્ચે વૈમનસ્ય કે વર્ગ વિગ્રહ ન સર્જાય તે માટે દીકરીને તાત્કાલિક રજૂ કરવામાં આવે તે જરૂરી છે. આક્ષેપ મુજબ, રણછોડ રબારીના પુત્રની સગાઈ પિયુષની બહેન સાથે થઈ હતી. પિયુષના લગ્ન ન થાય ત્યાં સુધી સામે પક્ષે લગ્ન કરવાની ના પાડી હતી, તેથી રણછોડ રબારીએ પિયુષને ભગાડવામાં મદદ કરી હોવાનું મનાય છે. હાલમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં દીકરીની ભાળ નહીં મળે અને કસૂરવારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલન છેડવામાં આવશે.

