ગુજરાત
શહેરના વોર્ડ 2-3માં અચાનક પાણીકાપથી ગૃહિણીઓમાં દેકારો: તહેવારો બગડ્યાનો કોંગ્રેસનો આક્ષેપ
એક્સપ્રેસ ફિડર લાઇનમાંથી પાણી આપવાની તંત્રની વાત ‘કાગળ પર?’: અતુલ રાજાણી
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ રાજકોટ શહેરમાં નર્મદાના પાણીના નામે રોટલા શેકનારા ભાજપના આગેવાનોના અને અધિકારીઓની અણ આવડતને પગલે વખતો વખત પાણીના ધાંધિયા થાય છે. ત્યારે દિવાળીના સમયે જ્યારે વધુ પાણી આપવું જોઈએ. 20 મિનિટ ને બદલે ભાજપના વચન મુજબ 30 મિનિટ પાણી મળવું જોઈએ તેને બદલે કોઈપણ જાતની જાહેરાત વગર અચાનક પાણી કાપ લાદી દેવામાં આવ્યો છે. આજે શહેરના વોર્ડ નંબર 2 ના વોર્ડ નંબર 3 ના બજરંવાળી ઝોનના અનેક વિસ્તારોમાં અચાનક પાણી ન મળતા દેકારો બોલી ગયો હતો. ચૂંટણી સમયે રાજકોટના શહેરીજનોને દરરોજ 30 મિનિટ પાણી આપવાની વાતો કરનારા શાસકો 20 મિનિટ પૂરતું પાણી આપવામાં સદંતર નિષ્ફળ નીવડયા છે. શહેરમાં આડકતરો પાણી કાપ ચાલી રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે. નર્મદાનું પાણી પૂરતું નહીં આવે તો એક્સપ્રેસ ફીડર લાઇન દ્વારા જે ઝોનમાં નર્મદાના પાણીની ઘટ રહેશે તે ઝોનમાં ન્યારી અથવા આજીમાંથી પાણી એક્સપ્રેસ ફીડર લાઇન દ્વારા ઘટ્ટ પૂરી કરી દેવામાં આવશે. આ વાત પોકળ સાબીત થઇ હોવાનો આક્ષેપ થયો છે.
આજે વોર્ડ નંબર 2ના બજરંગ વાળી વિસ્તારના મહિલા સામાજીક કાર્યકર મીનાબેન જાદવ અને અન્ય ગૃહિણીઓની અચાનક કોઈ પણ જાતની જાહેરાત વગર સવારથી પાણી ન મળતા કોંગ્રેસ કાર્યાલય પાણી ન મળવા બાબતની ફરિયાદ બાદ તપાસ કરતા વોર્ડ નંબર 2 અને 3 ના રેલ નગર સહિતના અનેક વિસ્તારોમાં પાણી કાપ નર્મદાના મેન્ટેનન્સના પગલે નર્મદાનું પાણી મળેલ નથી જે પગલે કાપ લાદવામાં આવતા કોંગ્રેસ કાર્યાલય માંથી ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા આ વિસ્તારને એક્સપ્રેસ ફીડર લાઇન દ્વારા આજી અથવા ન્યારીમાંથી પાણીની ઘટ પૂરી કરવા માંગ કરી છે.