ગુજરાત
દાહોદમાં બાળકીની હત્યાના વિરોધમાં છાત્ર-આપનું પ્રદર્શન
દાહોદમાં 6 વર્ષની બાળકીની હત્યાના બનાવને વખોડી છાત્ર યુવા સંઘર્ષ સમિતી અને ‘આપ’ના આગેવાનોએ કિસાનપરા ચોકમાં કરેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે તમામની અટકાયત કરી હતી. આ તકે બન્ને સંસ્થાના આગેવાનોએ કિસાનપરા ચોકમાં કરેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે તમામની અટકાયત કરી હતી. આ તકે બન્ને સંસ્થાનાં આગેવાનોએ રોષ વ્યકત કરી જણાવ્યું હતું કે, દાહોદની એક સરકારી શાળાના આચાર્યએ છ વર્ષની માસૂમ વિદ્યાર્થીની સો બળજબરી કરવાની કોશિશ કરી અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી. આમ, ગુજરાતમાં દિવસેને દિવસે આવા વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ સાથે વધતા બનાવો સામે કડક પગલા ભરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ- સીવાયએસએસ દ્વારા પ્લે કાર્ડ, સૂત્રોચાર સાથે તેમજ એએપી મહિલા મોરચા દ્વારા મુખ્યમંત્રીના ફોટાને બંગડીઓ બતાવી રાજકોટના કિસાનપરા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, બોટાદ જેવા અનેક શહેરોમાં વારંવાર મહિલાઓ-વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ, અત્યાચાર, હત્યા જેવા બનાવો થતા જોવા મળે છે, જે ખૂબ ગંભીર બાબત છે. ત્યારે આવા બનાવો બનતા રોકવા માટે, આ વિરોધ પ્રદર્શન થકી સીવાયએસએસ પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી, શહેર મહિલા પ્રમુખ રાજલબેન ગઢવી, જીલ્લા મહિલા પ્રમુખ મનિષાબેન બાંભરોલીયા અને ટીમ દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવે છે કે, રાજ્ય સરકાર દ્વાર આવી બાબતોમાં તાત્કાલિક ન્યાય મળે, તે માટે આવા કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે, આવા બનાવો સામે કડક કાર્યવાહી માટે વિધાનસભા મારફત કાયદો લાવવામાં આવે અને ખાસ દાહોદની 6 વર્ષની માસુમ બાળકીની હ્યદય કં5ાવનારી ઘટનામાં દીકરીના હત્યારા આચાર્યને તાત્કાલિક ફાંસીની સજા કરવાની માંગણી કરાઇ છે.