ગુજરાત
પોલિટેક્નિક કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાત રોબોફેસ્ટ 4.0માં પ્રથમ સ્થાન મેળવ્યું
જામનગર સરકારી પોલીટેકનીક કોલેજના ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની ગૌરવવંતી રોબોટિક્સ સ્પર્ધા ગુજરાત રોબોફેસ્ટ 4.0ના પ્રથમ રાઉન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાની સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. આ ટીમ સ્પર્ધાના આગળના રાઉન્ડમાં જવા માટે પસંદગી પામેલ છે અને સાથે સાથે તેમને આ નવીન રોબોટિક પ્રોજેક્ટ માટે 50,000 રૂૂપિયાનું રોકડ ઇનામ પણ મળેલ છે.
આ ટીમમાં સામેલ વિદ્યાર્થીઓ સંજીવ કશ્યપ (ટીમ લીડર), ક્રુશાંત કુંભારાણા, જીગર ભેડા અને યશ મહેતાએ સખત મહેનત કરી ટીમના મેંટર ઇ.સી. વિભાગના વડા શ્રી આશુતોષ ભટ્ટના માર્ગદર્શન હેઠળ એક તદ્દન નવીન પ્રકાર હાથના કાંડા અને આંગળિઓના હલનચલનથી સંચાલન કરી શકાય એવા જેસ્ચર-ક્ધટ્રોલ્ડ રોબોટિક આર્મ વિથ ઓમ્નિડિરેક્શનલ મૂવિંગ બેઝ રોબોટનું એક મોડેલ તૈયાર કરેલ છે. આ પ્રકારના રોબોટનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં, મોટા ગોડાઉનમાં વસ્તુઓની હેર-ફેર માટે તેમજ બીજે અન્ય જગ્યાઓએ મોટા પ્રમાણમાં થાય છે.
આ રોબોટની લાક્ષણિકતા અને કાર્યક્ષમતાએ ન્યાયાધીશોને પ્રભાવિત કર્યા છે. વિદ્યાર્થીઓ હવે આગામી તબક્કા નસ્ત્રપ્રૂફ ઓફ ક્ધસેપ્ટસ્ત્રસ્ત્ર (લેવલ 2 પીઓસી પ્રૂફ ઓફ કોન્સેપ્ટ) રાઉન્ડ માટે તૈયારી કરી રહ્યા છે, જે 27 ઓક્ટોબર 2024ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાશે. આ રાઉન્ડ તેમના રોબોટિક સોલ્યુશનની વ્યવહારિકતા અને અસરકારકતાનું વધુ પરીક્ષણ કરશે. ત્યારબાદ આગામી તબક્કામાં આ રોબોટનું 3થડ્ઢ2.5થડ્ઢ3.5’નું સંપૂર્ણ રીતે કાર્ય કરતું મોડેલ તૈયાર કરવામાં આવશે.