Site icon Gujarat Mirror

જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા કડક વસૂલાત : 462 વીજ જોડાણ કાપી નાખ્યા

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના બન્ને જિલ્લાઓમાં બાકી રહેતા નાણાની વસુલાત માટેની કડક કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂૂપે 462 વીજ જોડાણ કટ કરવામાં આવ્યા છે. હજુ 39 કરોડથી વધુ ની રકમ બાકી હોવાથી કુલ 120 થી વધુ ટીમોને દોડતી કરાવાઈ છે.

પીજીવીસીએલ – જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર જીલ્લા તથા દેવભૂમી દ્વારકા જીલ્લા ના વીજ ગ્રાહકો ને જણાવાયું છે કે , હાલ નાણાકીય વર્ષ 2025-26 ના ફેબ્રુઆરી-2026 દરમ્યાન વીજ બીલ પેટે બાકીદારો 114080 ની રૂૂ. 51.58 કરોડ જેટલી માતબર રકમ ની વસૂલાત બાકી છે. જેથી બાકી બીલની રકમ વાળા ગ્રાહકો સામે ચાલુ માસ માં જ નાણા ની વસૂલાત કરવા માટે ખૂબ જ કડકાઇ થી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જે અંગે વીજ જોડાણો કાપવા માટે હાલમાં દૈનિક ધોરણે 120 થી વધુ ટીમો બનાવી મીટર તથા સર્વિસ કે જરૂૂર પડયે ટીસી ઉતારી લેવા માટે બંને જીલ્લામાં ખાસ ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ફેબ્રુઆરી-2026 દરમ્યાન કુલ 23039 ગ્રાહકો દ્વારા વીજ બીલના રૂૂ. 11.06 કરોડ ભરપાઈ કરી આપેલ છે, તેમજ કુલ 462 જેટલા ગ્રાહકો કે જેના બાકી લહેણાં રૂૂ. 1.12 કરોડ ભરપાઈ ન થતાં તેઓના વીજજોડાણો કાપી નાખવામાં આવેલ છે.
અને હજુ બાકી રહેલ 90579 બાકીદારો ની લેણી રકમ રૂૂ. 39.40 કરોડની સામે વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે અને ચાલુ માસમાં રકમ ભરપાઈ ન કર્યે કંપની ના પ્રવર્તમાન નિયમોનુસાર વીજજોડાણ રદ કરવામાં આવશે. વીજબિલના નાણાની રકમ ગ્રાહકો દ્વારા સમયસર ભરપાઈ થાય તે માટે ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે આપના બાકી રહેતા વીજ બીલના નાણાં તાત્કાલીક સમયમર્યાદા માં ભરપાઈ કરવા અપીલ કરવામાં આવે છે .જેથી પાવર બંધ થવા થી થતી તકલીફ તથા વધારા ના ભરવા પડતા ચાર્જ માથી મુક્ત રહી શકાય.

ઉપરાંત વીજ બીલના નાણાની કેશલેસ ચુકવણી કરવા અંગે કંપની દ્વારા પૂરા પાડવામાં આવેલ વિવિધ માધ્યમોથી પણ ગ્રાહકો વીજ બીલની ચુકવણી કરી શકે છે જેમ કે, ઈ.સી.એસ. , ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ (કંપનીની વેબસાઇટ ઠઠઠ.ઙૠટઈક.ઈઘખ., પીજીવીસીએલની પેટાવિભાગીય કચેરી ખાતેના ઙઘજ મશીન દ્વારા, કંપનીની વેબસાઇટ ઠઠઠ.ઙૠટઈક.ઈઘખ મારફત ઞઙઈં મોડથી, ઇન્સ્ટા પેમેન્ટ/ઈ-વોલેટ, ગ્રાહકો ની સંલગ્ન બેંક ની વેબસાઇટ મારફત, એ.ટી.એમ. મશીન (ઇંઉઋઈ / ઈંઈઈંઈઈં / ઇઘઇ બેંકો ના), અથવા છઝૠજ/ગઊઋઝ. નો સમાવેશ થાય છે.તેમ અધિક્ષક ઈજનેર પીજીવીસીએલ, વર્તુળ કચેરી, જામનગર ની યાદી માં જણાવાયું છે.

Exit mobile version