Site icon Gujarat Mirror

જામનગરના સ્મશાનના પાર્કિંગમાં મહિલાઓ બાખડી પડી

જામનગરમાં સોનાપુરી સ્મશાનના પાર્કિંગમાં મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો. મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવેલી એક મહિલા અને તેના પુત્ર પર અન્ય બે મહિલાઓએ હુમલો કરી દીધાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે ઝપાઝપી દરમિયાન ફરીયાદી મહિલાનો સોનાનો ચેઇન પણ પડી ગયો હોવાનું જાહેર કરાયું છે.
જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં રહેતી દિવ્યાબેન હિતેશભાઈ નામની 46 વર્ષની પટેલ જ્ઞાતિની મહિલાએ સોનાપુરી સ્મશાનમાં પાર્કિંગમાં પોતાની સાથે ઝઘડો કરી પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર આદિત્ય ઉપર હુમલો કરવા અંગે રીટાબેન ચૌહાણ અને તેની સાથેની એક અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.

જે ઝપાઝપી દરમિયાન પોતાનો સોનાનો ચેઇન પણ પડી ગયો હોવાનું જાહેર કરાયું છે. પોલીસમાં જણાવ્યા અનુસાર ફરિયાદી દિવ્યાબેન ને અન્ય એક મહિલા સાથે ગત 20 મી તારીખે તકરાર થઈ હતી, જે આરોપી રીટાબેનની બહેનપણી થતી હોવાથી તેનું ઉપરાણું લઈને બંને મહિલાઓએ આ હુમલો કરી દીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ મામલે મહિલા પીએસઆઇ મયુરીબેન મહેતા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version