ગુજરાત

ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી, 28 વાહનો ડીટેન

Published

on

જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણમાં રાખવા અને ટ્રાફિક નિયમોના ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇવમાં તા.03/08/2024 ના રોજ સાત રસ્તા સર્કલ અને સમર્પણ સર્કલ ખાતે ગેરકાયદેસર પેસેન્જર બેસાડતા વાહન ચાલકો અને ટ્રાફિકને અડચણ રૂૂપ થાય તે રીતે પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 28 વાહનોને ડીટેન કરવામાં આવ્યા હતા. ટ્રાફીક નીયમો ભંગ કરતા 4 બસ, 24 ઇકો મળી કુલ 28 જેટલા વાહનો ડીટેન કરવામાં આવ્યા.


આ ઉપરાંત, વન-વે નિયમોના ઉલ્લંઘન બદલ લાલ બંગલા સર્કલ ખાતે વાહન ચાલકો પાસેથી રૂ.32,100 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત,જામનગર શહેર વીસ્તારમાં વન-વે નો સખત અમલ કરાવવા સારૂૂ જામનગર કમાન્ડ કંટ્રોલના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. પી.પી.જાડેજા દ્વારા લાલ બંગલા સર્કલથી તુલસી હોટલ સુધી રોંગ સાઇડમાં આવતા 50 થી વધુ વાહન ચાલકો સામે ઇ-મેમો જનરેટ કરી દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે ખાનગી બસો, ઇકો અને ઓટો રિક્ષા ચાલકો સાત રસ્તા સર્કલ અને સમર્પણ સર્કલ ખાતે ટ્રાફિકને અડચણ રૂપ પાર્કિંગ ન કરે. તમામ વાહન ચાલકોને પોતાની અને પોતાના પરિવારની સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા


જણાવ્યું છે.આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર એમ.બી. ગજ્જર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version