ભારે પવને વૃક્ષોનો સોથ વાળ્યો, ગ્રામ્ય પંથકમાં વરસાદના પગલે ખેતીના પાકને ભારે નુકસાની
મોરબીમા આજે સાંજે ચાર વાગ્યા આસપાસ અચાનક વાતાવરણ મા એકાએક પલટો ભારે પવન ફુકાતા પવન સાથે વરસાદ. પડતા થોડીવાર અફળા તફડી ને ભયનું વાતાવરણ ઉભુ થતા લોકો ચિંતીત બન્યા હતા જેમા વૃક્ષો ને વિજપોલ ધારાસાયી થવાના .સિરામિક ઉદ્યોગ વિસ્તાર ને હાઇવે પર બેનરો હોડીંગ પડવા ના બનાવ બન્યા હતા. જેમા શહેર મા મોરબી મહાનગર પાલિકા કમિશનર સોની એ જણાવ્યુ હતુ શહેર મા પાંચ થી છ જેવા સુરજ બાગ સહીત જગ્યા એ વૃક્ષ પડી ગયા છે ત્રણેક વિજપોલ પડી ગયા છે જેમા સુરજબાગ મા એક વૃક્ષ જાહેર રોડ પર એક કાર ઉપર પડતા કાર ને નુકસાન થયુ હતુ સદનસીબે કાર મા કોઈ ને ઈજા નથી થઈ.
મોરબી સિરામિક ઉદ્યોગ કારો પાસે મળેલ માહીતી મુજબ મોરબીના જેતપર રોડ. માટે રોડ લખધીરપુર રોડ. ઘુટુ રોડ. સરતાનપર રોડ સહીત મોરબી વાકાંનેર.માળીયા હળવદ રોડ પર આવેલ સિરામિક કારખાનાઑના સેડ ના પતરા ઉડી ગયા હતા. મોરબીના ઉમા વિલેજ સોસાયટીમા વિજપોલ ઘાસ ના ઢગલા પર પડતા આગ ફાટી નિકળી હતી મોરબી ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી આવી આગને કાબુ મા લઈ લેતા વધુ નુકસાન થતા અટકીયુ હતુ કોઈ ને ઈજા ન થઈ હતી ને શહેર મા પડેલા વૃક્ષ અટાવા ની કામગીરી મોરબી મહાનગર પાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા ઝડપ થી કરવામા આવી હતી. મોરબી શહેર અને જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુરુવારે ઓચિંતો હવામાનમાં પલટો આવ્યો હતો બપોર બાદ હવામાન પલટાયું હતું અને મોરબી શહેરમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી.
તે ઉપરાંત માળિયા અને ટંકારા પંથકમાં વરસાદ વરસ્યો હતો મોરબી અને વાંકાનેર શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો તે ઉપરાંત માળિયા તાલુકામાં પવન સાથે વરસાદ શરુ થયો હતો માળિયા તાલુકાના નવલખી, વવાણીયા, બગસરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો તેમજ ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદ શરુ થયો હતો. માળિયા પંથકમાં પવન સાથે વરસાદ શરુ થયો હતો જેને પગલે મીઠાના અગરોમાં નુકશાની થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે માળિયા તાલુકામાં મીઠા ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે અને કમોસમી વરસાદથી તૈયાર મીઠાને નુકશાન થયું છે. મોરબીમાં ભારે પવનને કારણે વાવડી ચોકડીએ હોડીંગ્સ ઉડ્યા હતા તેમજ વાવડી રોડ પર આવેલ મકાનોમાં પવનને કારણે સોલાર પેનલોમાં નુકશાની જોવા મળી રહી છે.
પવનને કારણે અનેક સ્થળોએ નુકશાની થઇ રહી છે અને કુદરતના રૌદ્ર સ્વરૂૂપને જોઇને સૌ કોઈ ભયભીત થયા હતા મોરબીમાં બપોરે મીની વાવાઝોડું જોવા મળ્યું હતું જેને પગલે આલાપ પાર્કમાં કથા ચાલી રહી હતી જ્યાં કથા મંડપ ઉડી ગયો હતો તેમજ રાજપર રોડ પર આવેલ પાર્ટી પ્લોટમાં લગ્નનો મંડપ પડી ગયો હતો બંને સ્થળે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ મંડપ ઉડી તૂટી પડતા નુકશાની થવા પામી છે

