Site icon Gujarat Mirror

ગામડાઓમાં પણ દીકરીઓને આવારા તત્વોનો ત્રાસ

દાઠાના દયાળ ગામે યુવતીનો પીછો કરવા મામલે બે જૂથ વચ્ચે મારામારી

ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ મથક નીચે આવતા મહુવા તાલુકાના દયાળ ગામની બજાર ગઈકાલ બપોરે યુદ્ધ મેદાન બની હતી.એક દીકરી ને પાડોશ મા રહેતો ઈસમ ખરાબ નઝર થી જોતો હોય અને પીછો કરતો હોય તે મામલે ઠપકો દેવાની બાબત એટલી ઉગ્રબની કે ધોકા પાઇપ અને પથ્થર ઉડ્યા. માથામાં લોહિયાળ ઇજાઓ થઈ સાથે હાડકા પણ ભાંગ્યા.બને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવતા મહિલાઓ સહિત 10 વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

અંતરિયાળ ગામડાઓમા પણ આજના સમયે બહેન દીકરીઓ સલામત નથી,એકબીજા ની મર્યાદા અને વડીલો ની આમાન્ય જાળવવા ના બદલે હિંસક હુમલા નો ભોગ બનવું પડે તેવી હાલત હોવાની પ્રતીતિ કરાવતી બે જૂથ વચ્ચે મારામરી ની બનેલ ઘટના ની મળતી વિગતો મુજબ દયાળ ગામમાં શિવ કટલેરી નામની દુકાન ચલાવતા જોરુભાઈ વિઠલભાઈ ખસિયા ઉ.વ.40 એ ગામના પ્રવિણ ગોવિંદભાઇ ચૌહાણ,કલ્પેશ ઉર્ફે ભગત ગોવિંદભાઈ ચૌહાણ,વિજય ગોવિંદભાઇ ચૌહાણ,સંજય અમુભાઈ ચૌહાણ,છાયાબેન પ્રવિણભાઈ ચૌહાણ અને અમુભાઈ ના પત્ની એમ 6 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી જોરુભાઈ ખસિયા નો આરોપ છેકે પોતે દુકાને હતા તે સમયે બહેન જાહલ ઉ.વ.25 ની આવેલ હતી.

તેમણે વાત કરી હતીકે આપણી શેરીમાં રહેતો પ્રવિણ ખરાબ નઝર થી જુવેછે અને પીછો કરે છે.આ વાત ફરિયાદી ના પિતા ને ખબર પડતા આરોપીઓ ગામના મેઈન ચોકમાજ હોય સમજાવવા જતા તેઓ ઉશ્કેરાઈ ને મારવા લાગેલ.ફરિયાદી પક્ષ ને ખબર પડતાં ત્યાં પહોંચતા લાકડા ના ધોકા, પાઇપ અને પથર વડે હુમલો કરતા બે વ્યક્તિ ના માથામાં લોહિયાળ ઇજાઓ થઈ હતી.ફરિયાદી ને હાથમાં ફેક્ચર આવેલ તથા ફરિયાદી ના પત્ની અને બહેન પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.તમામ ને મહુવા ની હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં અવ્યા હતા.

સામા પક્ષે રત્નકલાકાર તરીકે કામ કરનાર પ્રવિણ ગોવિંદભાઈ ચૌહાણ ઉ.વ.27 એ જોરુભાઈ વિઠલભાઈ ખસિયા,રઘુભાઈ વિઠલભાઈ ખસિયા,મનુભાઈ વિઠલભાઇ ખસિયા,વિઠલભાઈ ખસિયા વિરુદ્ધ મા ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી નો આરોપ છેકે ચોક મા બેઠા હતા ત્યારે આરોપી પક્ષ સાથે સામું જોવા અને કાતર મારવા બાબતે મારામરી થઈ હતી.જેને પગલે ઇજા થતાં ભાવનગર સર.ટી.હોસ્પિટલમા સારવાર લેવામા આવી હતી. બંને પક્ષે મળી મહિલાઓ સહિત કુલ 10 વ્યક્તિ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

Exit mobile version