Site icon Gujarat Mirror

ચાઈનાથી કાગળ મગાવી AIની મદદથી સુરતમાં નકલી નોટો છપાતી

યોગ ફાઉન્ડેશનની આડમાં ચાલતા નકલી નોટોના રેકેટમાં મોટો ખુલાસો, નકલી નોટોના નેટવર્ક સાથે સંકળાયેલા તમામ એજન્ટોની ધરપકડ માટે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ

ગુજરાતમાં નકલી નોટો ઘુસાડવાના રેકેટમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા સુરતના કથિત પ્રદીપ ગુરુજી અને તેમના સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમનું કનેક્શન હવે છેક ચીન સુધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ચીનથી કાગળ મંગાવવામાં આવતા હતા, જેમાં કેટલાક એજન્ટોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તેની તપાસ ચાલી રહી છે. સમગ્ર ષડયંત્રના તમામ પાસાઓ પર જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમજ બનાવટી નોટો બજારમાં ફેરવી દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનારી ગેંગના સાત સાગરીતોની પુછપરછમાં હવે તેમની સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડક પગલાં લેવામાં આવશે અને તેના મૂળ સુધી પહોંચવાની તપાસ ચાલી રહી છે.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ટોરેન્ટ પાવર સ્ટેશન પાસે જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ’આયુષ મંત્રાલય’ અને ’સત્યમ યોગ ફાઉન્ડેશન’ના બોર્ડ મારેલી ફોર્ચ્યુનર કાર માંથી 500ના દરની રૂૂ. 2.10 કરોડની નકલી નોટો મળી આવી. હતા. પોલીસને શંકા ન જાય તે માટે ગાડીમાં એક મહિલાને પણ સાથે રાખવામાં આવી હતી. આ મામલે તપાસમાં સુરતના વિવાદાસ્પદ યોગગુરુ પ્રદીપ જોટાંગીયા ઉર્ફે પ્રદીપ ગુરુજી મુખ્ય આરોપી મુકેશ ઠુંમર અશોક માવાણી, રમેશ ભાલર, દિવ્યેશ રાણા, પ્રદીપ જોટાંગીયા, આરતી અને ભરત કાકડિયાનો સમાવેશ થાય છે. આ ગેંગે અગાઉ લાખની નકલી નોટો કરિયાણાની દુકાનો, ડેરી પાર્લર અને શાક માર્કેટમાં વટાવી દીધી હોવાની પણ કબૂલાત કરી છે.

યોગ ફાઉન્ડેશનને આગળ વધારવાના બહાને આ ટોળકીએ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું મોટું કૌભાંડ રચ્યું હતું. સત્યમ યોગ ફાઉન્ડેશનના ઓઠા હેઠળ આધુનિક ટેકનોલોજી અને એઆઈની મદદથી અસલી જેવી દેખાતી નકલી નોટો છાપવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સુરત પોલીસને સાતેય લોકોના ઘરે તપાસ કરવા જણાવ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં દરોડા પાડી મુકેશ ઠુમ્મરના ઘરેથી નોટો છાપવાનું પ્રિન્ટર અને નોટો માટેનું રો મટિરિયલ પણ કબજે લીધું હતું. જ્યારે સુરતમાંથી પણ ₹28 લાખ રૂૂપિયાની બનાવટી ચલણી નોટો મળી આવી હતી, જે કબજે લેવામાં આવી હતી.
તપાસમાં મોટો ખુલાસો થયો હતો જેમાં આ નકલી નોટ કેસમાં ચાઇના કનેક્શન સામે આવ્યું છે.

નોટમાં વપરાતો સ્પેશિયલ સિક્યોરિટી થ્રેડ પેપર આર.બી.આઈ અને ભારત લખેલું ચીનથી અલીબાબા પોર્ટલ મારફતે મંગાવવામાં આવતું હતું. આ ગેરકાયદેસર કારખાનું શરૂૂ કરવા ગેંગના સભ્યોએ ભેગા મળી રૂૂ.17.50 લાખનું રોકાણ કર્યું હતું. તપાસમાં સૌથી મોટો ધડાકો એ થયો છે કે નકલી નોટો છાપવા માટે વપરાતો ખાસ પ્રકારનો કાગળ ચીન થી મંગાવવામાં આવતો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ કાગળ પર નોટના સિક્યુરિટી ફીચર્સ પહેલેથી જ તૈયાર આવતા હતા, જેથી સામાન્ય માણસ નકલી નોટને ઓળખી ન શકે. ક્રાઈમ બ્રાંચે તપાસ દરમિયાન રૂૂ. 500 ના દરની અંદાજે 40 હજાર જેટલી બનાવટી નોટો જપ્ત કરી છે. ચીનથી કાગળ મંગાવવામાં આવતા હતા, જેમાં કેટલાક એજન્ટોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તેની તપાસ ચાલી રહી છે.

સમગ્ર ષડયંત્રના તમામ પાસાઓ પર જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ધરપકડ બાદ પ્રદીપ ગુરુજીના હાઈ-પ્રોફાઈલ સંપર્કો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટા પ્રખ્યાત કથાવાચક મોરારી બાપુ અને રમેશભાઈ ઓઝા સાથે વાયરલ થયા છે. એટલું જ નહીં, પૂર્વ મંત્રી કુમાર કાનાણી અને પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારા સાથેની તસવીરો પણ સામે આવતા રાજકારણ અને ધાર્મિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ મહાનુભાવોને આ કૌભાંડની જાણ હતી કે કેમ તે દિશામાં પણ લોકોમાં ચર્ચાઓ જાગી છે.

આ રીતે છાપતા હતા નકલી નોટો
આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે જ્યારે સુરતના સરથાણામાં મુકેશ ઠુમ્મરના ઘરે દરોડો પાડ્યો, ત્યારે ત્યાં નકલી નોટનું આખું કારખાનું મળી આવ્યું. મુકેશના ઘરેથી બીજા ₹28 લાખની નકલી નોટો અને નોટો છાપવાનું હાઈ-ટેક પ્રિન્ટર, કટર અને રો-મટીરીયલ જપ્ત કર્યું. આરોપીઓની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી છે. આરોપીઓ અઈં અને ChatGPTનો ઉપયોગ કરતા હતા. નોટની ડિઝાઇન, લેઆઉટ અને સીરીયલ નંબર અસલી જેવા લાગે તે માટે અઈંઅને ગ્રાફિક સોફ્ટવેરનો ઉપયોગ થતો હતો.

 

Exit mobile version