Site icon Gujarat Mirror

હાઈબ્રિડ ગાંજાની ખેપ મારતા શેરબ્રોકર ઝડપાયો

રાજકોટમાંથી પ્રથમ વખત 2.42 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાતા ચકચાર, આંતરરાષ્ટ્રીય નેટવર્ક ખુલવાની શક્યતા

રાજકોટમાં પ્રથમ વખત એસઓજીની ટીમે હાઈબ્રીડ ગાંજો ઝડપી પડ્યો છે. જે.કે.ચોક પુષ્કરધામ રોડ ઉપરથી એસઓજીની ટીમે રૂૂ.2.42 લાખના 69.380 ગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે શેરબ્રોકરની ધરપકડ કરી હતી. રાજકોટમાં હાઈબ્રીડ ગાંજો પ્રથમ વખત પકડાયો હોય યુવાનોમાં હવે હાઈબ્રીડ ગાંજાની માંગ વધતા પેડલરે હાઈબ્રીડ ગાંજાનો મોટો જથ્થો મંગાવ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. ત્યારે આ તપાસમાં આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે તેમજ આ નેટવર્કના તાર છેક ગુજરાત બહાર સુધી જોડાયેલા હોવાની શંકા છે.

મળતી વિગતો મુજબ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઈમ ભરત બી. બસીયા તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂૂધ્ધ કડક કાયેવાહી કરવા સુચના આપેલ હોય જે સબંધે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજાના માર્ગદર્શન તેમજ એ.એસ.આઈ. ઇન્દ્રસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને મળેલી સંયુકત બાતમી આધારે પુષ્કરધામ મેઈન રોડ ઉપર જે.કે.ચોક પાસે પટેલ રેસ્ટોરન્ટ પાસે જાહેરમાં હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે મૂળ મુંબઈના ઇસ્ટ થાણે મીરા રોડ ઇકોસીટીના વતની અને હાલ શિતલ પાર્ક શેરી નં.02, શિવ શક્તિ સોસાયટી બ્લોક નં.9 રાજકોટ મુળ રહે- સ્પ્રીંગ બિલ્ડીંગ સંઘવી એસ-3માં રહેતા શેર બ્રોકર ધ્રુવ સંજયભાઈ જોષી (ઉ.વ.26)ની ધરપકડ કરી તેની પાસેથી રૂૂ.2.42 લાખના 69.380 ગ્રામ હાઈબ્રીડ ગાંજો સહીત રૂૂ. 3.62 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં પકડાયેલ શેર બ્રોકર ધ્રુવ જોષી આ ગાંજો અમદાવાદથી લાવ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. રાજકોટમાં પ્રથમ વખત હાઈબ્રીડ ગાંજો પકડાયો છે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, પાંચ મહિના પહેલા જુનાગઢ પોલીસે રૂૂ. 1.10, કરોડ ની કિંમતના 3.કિલો 160 ગ્રામ પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજા સાથે ધવલ ભરાડ, હુસેન તુર્ક, મુજાહીદખાન યુસુફજઈ અને જહાંગીરશા શાહમદારની ધરપકડ કરી હતી. જે તે વખતે આ કેસમાં પૂછપરછ કરતાં વડોદરાના મુખ્ય સૂત્રધાર ઇરફાન દ્વારા રાજકોટની શેરબાનુ મહમદરફીક નાગાણી નામની મહિલાને આ હાઇબ્રીડ ગાંજો લેવા માટે બેંગકોક મોકલવામાં આવી હતી. શેરબાનુએ ઇરફાન સાથે છેતરપિંડી કરી, 3 પેકેટ તેણે જુનાગઢમાં મુજાહીદખાનને આપ્યા હતા અને 1 પેકેટ પોતાની પાસે રાખી લીધું હતું. રાજકોટમાં છેલ્લા છ માસથી હાઈબ્રીડ ગાંજાની માંગ વધી છે. ત્યારે યુવાનોમાં હાઈબ્રીડ ગાંજો પીવાનો શોખ વધતો જોઈ ધ્રુવ જોષી મોટા પ્રમાણમાં હાઈબ્રીડ ગાંજો મંગાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા સાથે પીએસઆઈ વી.વી.ધ્રાંગુ તથા એ.એસ.આઈ. ઇન્દ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઈ રાઠોડ, અરૂૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા,મૌલિકભાઈ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહીલ, હાર્દિકસિંહ પરમાર , યોગેન્દ્રસિંહ ઝાલા , મહિલા પોલીસ મોનાબેન બુસા,મહાવિરસિંહ જાડેજા નિર્મળસિંહ ઝાલાએ કામગીરી કરી હતી. આ હાઈબ્રીડ ગાંજાનું પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી સમીર જોષીએ અભિપ્રાય આપ્યો હતો.

Exit mobile version