ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ વખતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની મતદાન વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ઉમેદવારોની સંખ્યા વધવાને કારણે રાજ્યના અમુક મતદાન મથકો પર બે ઈવીએમ મશીનો રાખવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
આજે ઉમેદવારી પત્ર ખેંચવાના છેલ્લા દિવસે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4, 13 અને 15માં જો કોઈ ઉમેદવાર પોતાનું ફોર્મ પરત નહીં ખેંચે, તો ફરજિયાતપણે એક બૂથ પર બે ઈવીએમ મશીનો રાખવા પડશે. ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, ત્યારે મતદારો માટે આ વખતે મતદાન પ્રક્રિયાને સમજવી ખૂબ જરૂૂરી બની છે.
ચૂંટણી પંચની સૂચના મુજબ, મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં સામાન્ય રીતે ચાર ઉમેદવારોની પેનલ હોય છે. આથી, મતદાર પોતાની પસંદગી મુજબ મહત્તમ ચાર ઉમેદવારને મત આપી શકશે.
મતદાન મથકો પર ભીડ ન થાય અને પ્રક્રિયા ઝડપી બને તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દરેક મતદારને વોટિંગ કરવા માટે આશરે 50 થી 60 સેક્ધડનો સમય મળશે.દરેક વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી એક બૂથ પર 2 થી 3 ઈવીએમ મુકાશે.દરેક ઈવીએમમાં ઉમેદવારોના નામ અને નોટા સહિત કુલ 15 બટન હશે.
નોંધનીય બાબત એ છે કે આ વખતે ચૂંટણીમાં વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે નહીં.ઓળખ માટે 12 પ્રકારના પુરાવા માન્ય મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ લાવવું હિતાવહ છે. પરંતુ, જો તમારી પાસે ચૂંટણી કાર્ડ ન હોય, તો ચિંતા કરવાની જરૂૂર નથી. સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલા 12 પુરાવાઓમાંથી કોઈપણ એક બતાવીને તમે મતદાન કરી શકશો. પાસપોર્ટ,ડ્રાઈવીંગ લાયસન્સ,ફોટોવાળું પાનકાર્ડ સહિતના પ્રુફો માન્ય ગણાશે. મતદાન બૂથમાં વ્યવસ્થા જાળવવા માટે રાજકોટના તમામ 1014 મતદાન મથકો પર અંદાજે 1200 મતદારોનો ક્રાઈટ એરિયા (મર્યાદા) નક્કી કરવામાં આવ્યો છે, જેથી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય.

