Site icon Gujarat Mirror

ટીપરવાન ડ્રાઈવરની ઈમાનદારી સોનાની બે કડી માલિકને પરત કરી

રાજકોટ મહાનગરપાલિકાના તારીખ-18/03/2026 ના રોજ વોર્ડ-14ના ગોપાલનગર વિસ્તારની ડોર ટૂ ડોર કલેક્શન અંગેની કામગીરી દરમિયાન ગાર્બેજ કલેક્શન વાહન (GJ 06BX-6741)માં ગોપાલનગરમાંથી એક શહેરીજન દ્વારા સોનાની કાનમાં પહેરવાની 2 નંગ બાલી શરત ચૂકથી કચરા સાથે ડોર ટુ ડોર કલેક્શન ટીપરવાનમાં નખાઈ ગઈ હોય. જે શહેરીજનને ધ્યાનમાં આવતા તેમના દ્રારા વોર્ડ ઓફિસ પર સેનેટરી ઈન્સ્પેકટર તથા સેનેટરી સબ ઈન્સ્પેકટરનો સંપર્ક કરવામાં આવેલ.

વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટર તથા સેનેટરી સબ ઈન્સ્પેકટર દ્રારા કોઠારીયા ટ્રાન્સપોર્ટ સ્ટેશન ખાતે સંપર્ક કરી ત્યાં હાજર સ્ટાફ સેનેટરી ઈન્સ્પેકટર અને ડોર ટૂ ડોર કલેક્શનના સુપરવાઇઝરના માર્ગદર્શન અનુસાર ટીપરવાના ડ્રાઈવર સિંગાળ અલ્કેશભાઈ અને હેલ્પર સિંગાળ બોલુંભાઈએ સત્વરે ગાર્બેજ કલેક્શન વાહન રોકી ટીપરવાનમાંથી ઉપરોક્ત સોનાની કાનમાં પહેરવાની 2 નંગ બાલી મળી આવેલ છે. જે યોગ્ય ખરાઇ કરી ગોપાલનગરના શહેરીજનને પરત કરી આપેલ.શહેરીજન દ્રારા ટીપરવાના ડ્રાઈવર સિંગાળ અલ્કેશભાઈ અને હેલ્પર સિંગાળ બોલુંભાઈની ઈમાનદારીને બિરદાવી અને ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ.

Exit mobile version