સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર સોના ચાંદીમાં તેજી; સેન્સેક્સમાં 450 અંકનો વધારો

આજે સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર તેમજ સોના ચાંદીમાં તેજી જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં 450 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો તો બીજી…

આજે સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર તેમજ સોના ચાંદીમાં તેજી જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં 450 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો તો બીજી તરફ સોના ચાંદીમાં પણ આજે ખરીદીનો માહોલ સર્જાયો હતો.

આજે સપ્તાહના પ્રથમ દિવસે ઈરાન અને અમેરિકા વચ્ચે સહી સિક્કાની આશા વચ્ચે માર્કેટ પોઝિટિવ ખુલ્યું હતું અને સેન્સેક્સ ફરી 77 હજારની સપાટીને ક્રોસ કરી હતી. સેન્સેક્સમાં 450 પોઇન્ટ અને નિફ્ટીમાં 135 પોઇન્ટ ની તેજી જોવા બળી હતી. આજે ફાર્મા,બેંક તેમજ મીડિયા ના શેરમાં ખરીદી જોવા મળી હતી.

ગયા સપ્તાહ દરમિયાન સોના ચાંદીમાં મોટા ઘટાડા બાદ આજે સોનુ ચાંદી બંને તેજીમાં આવ્યા હતા. ચાંદીમાં આજે ₹5,500 નો વધારો નોંધાયો હતો જ્યારે સોનામાં પ્રતિ 10 ગ્રામે 1800 રૂૂપિયા નો વધારો નોંધાયો છે. વાયદા બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો 1,49,100 ઉપર પહોંચ્યો છે જ્યારે ચાંદીનો ભાવ ₹2,38,000 ને પાર થયો છે. રૂૂપિયાનો સામે ડોલર નો ભાવ 64.71 પર પહોંચ્યો છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 78.72 પર જોવા મળી રહ્યો છે.