Site icon Gujarat Mirror

ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ફીના નામે ઉઘાડી લૂંટ, સરકાર મૌન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય માં શિક્ષણના વેપારીકરણ અને ખાનગીકરણની ઘેલછા માં શિક્ષણની ફી આસમાને પોહચાડી છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પ્રાઈવેટ યુનિવર્સિટી ને મંજુરી આપી જાણે તેમને વિદ્યાર્થીઓ ને લુંટવાનો પરવાનો આપ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે. પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોર્સ માં વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી ઉઘરાવવા માં આવી રહી છે. ગુજરાત ની યુનિવર્સિટીઓ ભલે શિક્ષણ માં ટોપ યુનિવર્સિટી ક્લબ માં ના આવે, પણ વિદ્યાર્થીઓ – વાલીઓને લૂંટવામાં વન મિલિયન ફ્રી ક્લબમાં જવા ની ઘેલછા છે. ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા બીકોમ, બીએ, બીએસસી અને બીબીએની ફી મેડિકલ – ટેકનીકલ એજ્યુકેશનની ફી કરતા પણ મોંઘી. ગુજરાતની ખાનગી યુનિવર્સિટી પૈકીની કેટલીક યુનિવર્સિટી ના ઉદાહરણ રૂૂપે કેટલાક કોર્સ ની ફી જોઈએ અને સરકારની કોલેજોની ફી જોડે સરખાવવમાં માં આવે તો મોટો તફાવત જોવા મળે છે. અમદાવાદ યુનિવર્સિટીમાં બીકોમ, બીએ, બીએસસીમાં વાર્ષિક રૂૂ. 6,00,000 ફી ઉઘરાવવામાં આવે છે, તેની જ સંસ્થામાં બપોરે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી ફી આશરે રૂૂ. 2850 ઉઘરાવવા માં આવી રહી છે. નિરમા યુનિવર્સિટી જેને ટોકન રૂૂપિયે શિક્ષણ માટે જમીન મેળવેલ તે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ જોડે બીકોમ માં વાર્ષિક 2,25,000 ઉઘરાવવા માં આવી રહ્યા છે.

કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા બીએ ના વાર્ષિક 2,37,500 રૂૂપિયા ઉઘરાવવા માં આવી રહ્યા છે. જ્યારે બીબીએ માં વાર્ષિક 3,00,000 જેટલી ફી વિદ્યાર્થીઓએ ભરવી પડે છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં બીએ ના કોર્સની વિદ્યાર્થીઓએ વાર્ષિક રૂૂ. 58,000 ફી ભરવી પડે છે જ્યારે બીકોમ અને બીબીએ માં રૂૂ. 1,30,000 જેટલી ફી છે. વડોદરાના નવરચના યુનિવર્સિટીમાં બીએ ના કોર્સની વાર્ષિક રૂૂ. 84,700 ફી ભરવી પડે છે જ્યારે બીબીએની વાર્ષિક ફી રૂૂ. 1,50,500 ભરવી પડે છે. પંડિત દીનદયાળના અંત્યોદયના સિધ્ધાંતનો પ્રચાર ભાજપના નેતા કરતા હોય છે, તેમના નામે બનેલ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી માં બીકોમ અને બીએ જેવા કોર્સમાં વાર્ષિક રૂૂ. 3,10,000 ફી ઉઘરાવવા માં આવી રહી છે. સુરતની ઓરો યુનિવર્સિટીમાં બીએ માટે વાર્ષિક રૂૂ. 1,92,000 નો ખર્ચ થાય છે જ્યારે બીકોમ, બીબીએ માં વાર્ષિક રૂૂ. 3,27,000 ની ફ્રી વિદ્યાર્થીઓએ ભરવી પડે છે.

કોંગ્રેસના શાસન માં બનેલ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ આજે પણ વાર્ષિક આશરે 3000 જેટલી રકમ માં વિદ્યાર્થીઓને ભણાવવા માં આવે છે. વિદ્યાર્થીનીઓ ને ટ્યુશન ફીસ પણ માફ કરવા માં આવી છે. વિદ્યાર્થીઓ ને આ પ્રકારે ખુલ્લે આમ લૂંટવા માં આવે અને સરકાર ચૂપ બેસે તે કેટલું યોગ્ય? ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રીટાયર્ડ જજ ની ફી નિયમન કમિટી ની નિમણૂક થાય અને વ્યાજબી ફી નક્કી થવી જોઈએ. અલગ અલગ હેડ હેઠળ જે પ્રકારે ખાનગી ફી લેવાય છે તેના ઉપર અંકુશ લાવવો જરૂૂરી છે. ખાનગી યુનિવર્સિટી દ્વારા લેવાતી ફીની રકમ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મુકવી જોઈએ તેવી માંગ છે. પાર્થિવરાજસિંહ કઠવાલાએ કરી છે.તેમણે આક્ષેપ કર્યો હતો કે ખાનગી યુનિવર્સિટીઓ પાછળ ગુજરાતના મુખ્ય ઉદ્યોગપતિઓના હાથ હોવાથી સરકાર આંખો મીચીને વિદ્યાર્થીઓ-વાલીઓને લુંટાતા જોઈ રહી છે.

 

Exit mobile version