લાઇવ ટીવી પર ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમારને અપશબ્દો કહ્યાં હતા મોહમ્મદ યુસુફે
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ યુસુફે લાઈવ ટીવી પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિશે અપશબ્દોનો ઉપયોગ કરીને હદ વટાવી હતી. સમા ટીવી પર આયોજિત એક ડિબેટમાં મોહમ્મદ યુસુફે લાઈવ ટીવી પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ગાળો ભાંડી હતી. આ સમયે કાર્યક્રમની એન્કરને લાગ્યું હતું કે, યુસુફને નામ બોલવામાં ભૂલ થઈ રહી છે. આથી તેણે યુસુફને ટોક્યો પણ હતો, પરંતુ તે માન્યો નહીં અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે સતત અપશબ્દોનો ઉપયોગ કરતો રહ્યો હતો.
પાકિસ્તાનની ટીવી ન્યૂઝ ચેનલ PTV સ્પોર્ટ્સ સાથે વાત કરતા રાવલપિંડી એક્સપ્રેસ નામે જાણીતા પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે મોહમ્મદ યુસુફના નિવેદનને વખોડ્યું હતુ. અખ્તરે જણાવ્યું કે, ટીમ ઈન્ડિયાએ હાથના મિલાવ્યા, તો વાંધો નહીં પરંતુ આપણે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. તમે તમારા પાડોશી પ્રત્યે નારાજ જરૂૂર હોઈ શકો છો, પરંતુ તેનું અપમાન કરવાનો તમને કોઈ અધિકાર નથી. તમે કોઈને ગાળોના ભાંડી શકો. ભારતીય ખેલાડીઓએ હાથ ના મીલાવ્યા, તેનાથી પાકિસ્તાનમાં સૌ કોઈને દુ:ખ છે. આમ છતાં આપણે હંમેશા મિત્રતા માટે હાથ લંબાવવો જ રહ્યો. પાડોશીઓ સાથે ક્યાં સુધી નારાજ રહી શકાય. આથી તમારે શાંત ચિત્તે આ બાબતનું સમાધાન કરવું પડશે.

