ગુજરાત

અમદાવાદના જીવરાજ પાર્કમાં ફલેટની સીડી ધડાકાભેર તૂટી, 28 લોકોનું રેસ્કયુ

Published

on

રિ-ડેવલોપમેન્ટના વિવાદમાં અટકેલી જોખમી બિલ્ડિંગને અંતે નોટિસ અપાઇ


અમદાવાદમાં જીવરાજ પાર્ક પાસે ફ્લેટમાં લોકો ફસાયા હતા. મધુરમ ફ્લેટની સીડી ધરાશાયી થતા રેસ્ક્યૂ કરાયું છે. મધુરમ ફ્લેટના 4 માળમાં રહીશો ફસાયા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતુ. વહેલી સવારે 4 વાગ્યે સીડી ધરાશાયી થઇ હતી. તેમાં બાળકો સહિતના 26 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે.


એએમસી એ મોડેમોડે જાગીને નોટિસ લગાડી છે. જેમાં ફ્લેટમાં 15 પરિવાર વસવાટ કરતા હતા. અમદાવાદ શહેરમાં વહેલી સવારે 4 વાગ્યા આસપાસ આ ઘટના બની છે. જેમાં ફાયર વિભાગ દ્વારા બાળકો સહિત મોટા લોકોનું રેસ્ક્યુ કરાયુ હતુ. જેમાં એએમસી એ સીડી પડ્યા બાદ ભયજક મકાનની નોટીસ ચોંટાડી છે. આ ફ્લેટમાં પંદર જેટલા પરીવાર વસવાટ કરતા હતા. જેમાં વહેલી સવારે ઘટના બનતા જાનનું જોખમ ટળ્યુ છે. તેમજ ઘટનામાં કોઈને જાનહાની થઇ નથી.


અગાઉ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિતરાગ ફલેટમાં ફલેટની છત ધરાશાયી થતા દોડધામ મચી હતી, સાથે સાથે લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા. જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ ફલેટમાં રિ-ડેવલપમેન્ટ લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ ફલેટનું હજી કોઈ રિ-ડેવલપમેન્ટ કરાયું નથી. પાલડી વિસ્તારમાં આવેલ વિતરાગ સોસાયટીમાં બાલકનીની છત ધરાશાયી થઈ હતી,આ ફલેટમાં 156 મકાનો આવેલા છે અને ફલેટ 40 વર્ષ કરતા પણ વધુ જૂના છે, અગાઉ પણ રિ-ડેવલેપમેન્ટને લઈ વિવાદ ઉભો થયો હતો. અગાઉ પણ આ ફલેટમાં એક મકાનની છત ધરાશાયી થવાની ઘટના બની હતી અને સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.સોસાયટી જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકોને ઘરની અંદર રહેવામાં પણ ભય સતાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version