ગુજરાત

સિવિલમાં મંકીપોક્સ માટે ખાસ વોર્ડ ઊભા કરાયા

Published

on

જરૂરિયાત મુજબની તમામ વ્યવસ્થાઓ ઊભી કરતું તંત્ર

દેશભરમાં મંકીપોકસ નામના ચેપીરોગે પગપેસારો કરતા દેશનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. કેન્દ્ર સરકારે પણ દેશભરની સરકારી હોસ્પીટલમાં આ રોગની સારવાર માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવાની ગાઇડલાઇન જાહેર કરી છે.


તે અનુસંધાને સિવિલ હોસ્પીટલમાં જેમ કોરોનાનો ખાસ વોર્ડ ઉભો કરાયો હતો તેમ હવે સિવિલમાં 10-10 બેડ એમ કુલ 20 બેડનો આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો હોવાનું સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાએ જણાવ્યું હતું.
શહેરમાં ફોલ્લી સ્વરૂપે નિકળતા મંકીપોકસ રોગના દર્દીઓ બેદરકારી ન દાખવે તો રોગ થયાના ચારેક અઠવાડીયામાં પુન: સ્વસ્થ બની જવાનો તબીબોનો દાવો છે.


સિવિલ હોસ્પીટલના તબીબોનું કહેવું છે કે, મંકીપોકસના સંભવીત ખતરા સામે અહીં ખાસ આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. જેમાં દસ-દસ બેડની સુવિધા સાથે રોગને લગતી તમામ આરોગ્ય વિષયક સેવા ઉપલબ્ધ કરાઇ છે. હાલ એકપણ મંકીપોકસનો દર્દી નોંધાયો નથી પણ પાણી પહેલા પાળની જેમ વ્યવસ્થા કરાઇ છે. હાલ 10 બેડ પીએમએસ વોર્ડ એમસીએચ બિલ્ડીંગમાં બાળકોના વિભાગમાં ઉભો કરાયો હોવાનું હોસ્પીટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version