બામણબોર પાસે એસએમસીનો દરોડો, 86.63 લાખનો દારૂ-બિયર ઝડપાયો

ગુજરાતમાં ગેરકાયદેસર દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની રાજ્યના ડીજીપી જી.એસ. મલિકની સૂચનાના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલ ને મોટી સફળતા સાંપડી છે. સ્ટેટ…

ગુજરાતમાં ગેરકાયદેસર દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની રાજ્યના ડીજીપી જી.એસ. મલિકની સૂચનાના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલ ને મોટી સફળતા સાંપડી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂૂ. 86.63 લાખથી વધુની કિંમતનો દારૂૂ-બીયરનો જથ્થો પકડી પાડી કુલ રૂૂ. 1.10 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલના પી.આઈ પી. બી. જેબલીયા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલ બામણબોર ગામ નજીક “રાધે-કૃષ્ણ હોટલ” પાસે જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન ટ્રકમાંથી ભારતીય બનાવટના દારૂૂ/બીયરની આશરે 604 પેટીઓ (કુલ 21,792 બોટલ) મળી આવી હતી, જેની કિંમત રૂૂ. 86,63,712 થાય છે. પોલીસે દારૂૂના જથ્થા સાથે એક વાહન તેમજ અન્ય સાધન-સામગ્રી મળીને કુલ રૂૂ. 1,10,91,012 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ દરોડા દરમિયાન દિલીપસિંઘ સુખદેવસિંઘ રાવત (રહે. સોનીયાણ ગામ, બ્યાવર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ આરોપીઓમાં જીતેન્દ્રસિંઘ શ્રવણસિંઘ (રહે.ઠીકરવાસ, કાલણ, તા.ભીન્ન, જિ.રાજસમંદ, રાજસ્થાન), સુરેશ, ટ્રક રજી નં.છઉં-06-ૠઉ-3723 ના માલીક,ચંદીગઢ ખાતે જીતેન્દ્રસિંઘનો અજાણ્યો માણસ,થાર ગાડી લઈને દારૂૂ ભરવા લઈ જનાર બે અજાણ્યા માણસ, ટ્રાન્સપોર્ટની બીલ્ટી લઈને આવનાર સ્પેલન્ડર બાઈક ઉપર આવેલ અજાણ્યો માણસ અને રાજકોટ ખાતે દારૂૂનો જથ્થો મંગાવનાર બુટલેગર સામે અંગે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરીને નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સૂત્રધારોને પકડી પાડવા પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.