બિહારના જમુઈ જિલ્લામાંથી જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક અને યુવતીને કેટલાક લોકોના ટોળા દ્વારા રસ્તા પર રોકીને કથિત રીતે હેરાન કરવામાં આવતા હોવાનું દેખાય છે. વાયરલ વીડિયોમાં રાત્રિના સમયે કેટલાક લોકો બંનેને ઘેરીને તેમની સાથે ઉગ્ર વર્તન કરતા જોવા મળે છે. વીડિયોના એક ભાગમાં યુવતીને જબરદસ્તી પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ થતો હોવાનું પણ દેખાય છે, જ્યારે યુવતી તેનો વિરોધ કરતી અને મદદ માટે બૂમો પાડતી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં રાત્રિના સમયે એક યુવક અને યુવતીને કેટલાક લોકો ઘેરી લેતા હોવાનું દેખાય છે. પરિસ્થિતિ ધીમે ધીમે તંગ બનતી જોવા મળે છે. અહેવાલો મુજબ, યુવકને યુવતીથી અલગ કરવાની કોશિશ કરવામાં આવે છે અને કેટલાક લોકો યુવતીની આસપાસ ઊભા રહે છે.
વીડિયોમાં એક વ્યક્તિ યુવતીને પાછળથી પકડીને તેને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરતો હોવાનું પણ દેખાય છે. યુવતી તેનો વિરોધ કરતી જોવા મળે છે. યુવક પણ વચ્ચે પડવાનો પ્રયાસ કરે છે. વાયરલ થયેલા અન્ય એક વીડિયોમાં આ જ યુવક-યુવતી સ્કૂટર પર અન્ય સ્થળે જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યાં પણ કેટલાક લોકો બંનેને રોકીને તેમની સાથે વાતચીત અથવા દલીલ કરતા હોવાનું દેખાય છે. વીડિયોના અંતિમ ભાગમાં યુવક-યુવતી ત્યાંથી જવાની મંજૂરી માગતા હોવાનું દેખાય છે. જોકે બંને વીડિયો વચ્ચે ખરેખર કોઈ સંબંધ છે કે નહીં અને ઘટનાઓ કયા ક્રમમાં બની હતી, તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
બાદ બિહાર પોલીસના સત્તાવાર ડ એકાઉન્ટ પરથી જામુઈ પોલીસને ટેગ કરીને જરૂૂરી કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી. ઉપલબ્ધ અહેવાલો મુજબ બિહાર પોલીસે લખ્યું હતું કે આ બાબત જામુઈ પોલીસને માહિતી અને જરૂૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી છે.
ભોજપુરી અભિનેત્રી કાજલ રાઘવાની માંડ બચી, ટોળાનો કાર પર પથ્થરમારો
નાલંદા જિલ્લાના બિહાર શરીફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભોજપુરી અભિનેત્રી કાજલ રાઘવાની કાર પર ટોળાએ હુમલો કર્યો. આ ઘટના ત્યારે બની જ્યારે કાજલ રાઘવાની શોરૂૂમના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે શહેરમાં આવી હતી. અભિનેત્રીની એક ઝલક મેળવવા માટે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેમ જેમ ભીડ વધી અને લોકોએ તેની ફોર્ચ્યુનર ગાડીને ઘેરી લીધી હતી. લોકોએ કાજલ રાઘવાનીની ગાડી પર હાથ અને ઈંટો મારી હતી. આ હોબાળા દરમિયાન ફોર્ચ્યુનરની બારી તોડી નાખવામાં આવી હતી.
