રામનાથપરા શેરી નં.12 માં રહેતાં ઈમરાનભાઇ અબ્દુલભાઈ સોરઠીયા (ઉ.વ. 42) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને બાપુનગર મેઇન રોડ 80 ફુટ રોડ સોમનાથ પેટ્રોલ પંપની સામે પોપ્યુલર પિસ્ટન નામનુ કારખાનુ જીવરાજભાઈ નરસિંહભાઇ મોલીયાનું તે કારખાનામા આવેલ એક શેડ સાતેક મહીનાથી ભાડે રાખી તેમા ઈમીટેશનના કાચા માલ ઉપર નિકલ પ્લેટીંગ કરવાનુ કામ કરે છે. તેઓ ઇમીટેશનનો કાચો માલ અલગ અલગ વેપારી પાસેથી લાવી કારખાનું ચલાવે છે.
ગઈ તા. 14 ના સાંજના છએક વાગ્યે તેઓ રાંધણ છઠ તથા જન્માષ્ટમીના તહેવારમાં કારખાનામાં રજા હોય જેથી બંધ કરીને કારખાનાના શેડના શટરને તાળુ મારી ઘરે ગયેલ હતાં. બાદમા ગઈકાલે સવારના સાડા નવેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે હતો ત્યારે કારખાનાના માલીક જીવરાજભાઈ મોલીયાનો ફોન આવેલ કે, કારખાનાની ઓફીસની બારી તુટેલી છે તથા તમારા કારખાનાનુ શટર ખુલ્લુ છે. જેથી તેઓ કારખાને ગયેલ ત્યારે કારખાનાના માલિક જીવરાજભાઈ મોલીયા હાજર હતા અને કારખાનાના શેડમા જોયેલ તો શેડનુ શટર લગભગ બે ફૂટ જેટલુ ઉંચુ અને થોડુ વળેલુ હતુ. શટરનુ તાળુ જેમની તેમ સ્થિતીમા બંધ હતુ.
કારખાનાના શેડની અંદર જઇને જોયેલ તો શેડની અંદરનો સામાન વેરવિખેર પડેલ હતો. કારખાનામાં ઇમીટેશનની જવેલરી બાંધવા માટે ઉપયોગમા લેવાતા કોપર વાયરનુ ફિંડલુ 10 કિલો, નિકલ પ્લેટીંગ ટેન્કના મોટા કોપર રોડ, નાની નિકલ પ્લેટીંગ ટેન્કના કોપર રોડ, નિકલ ટેન્કમા ફીટ કરવાની ઇલેક્ટ્રીક મોટર નંગ.02 સહિત કુલ રૂૂા. 60 હજારની મતા જોવા મળી ન હતી. તેમજ કારખાનાના માલિક જીવરાજભાઈ મોલીયાની કારખાનાની ઓફીસની બારીનો કાચ તથા ગ્રીલ તુટેલી જોવામા આવેલી હતી અને તેની ઓફીસમા જોતા તેની ઓફીસનો સર સામાન વેર વિખેર હાલતમાં હતો અને તેમા તપાસ કરતા તે ઓફીસમાં રાખેલ એક ડ્રીલ મશીન અને નિકલ પ્લેટીંગ ટેન્કના મોટા કોપર રોડ મળી રૂૂ.21600 નો મુદ્દામાલ પણ જોવા ન મળતા કુલ રૂૂ.81500 નો મુદ્દામાલ કોઈ અજાણ્યો તસ્કર લઈ નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે એક બાજુ તપાસ આદરી ત્યાં બીજી તરફ બીજી રાત્રે પણ તસ્કરોએ ફરીવાર ત્રાટકી કારખાનમાંથી આશરે રૂૂ.40 હજારની મતા ચોરી કરી જતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

