ગુજરાત

નાની બાળાઓએ ફૂલકાજલી વ્રત રાખી મંદિરો અને ઘરોમાં પૂજા કરી

Published

on

જામનગરમાં નાની બાળાઓના ફૂલકાજલી વ્રતની પૂજાનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ મંદિરો અને ઘરોમાં બાળાઓએ વ્રત રાખીને માતાજીની પૂજા કરી હતી.


માતા પાર્વતીએ ભોળાનાથને પામવા આકરા વ્રત અને તપ કર્યા હતાં. કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતાએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ એક વ્રત કરીએ તો માતા પાર્વતી યોગ્ય વર આપે છે. શ્રાવણ મહિનો એટલે ભોળાનાથની પાવન સાધનાનો અવસર આ માસની ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવામાં આવે છે. શ્રાવણ વદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી ક્ધયાઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે. સારો નવરથ મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.


આ વ્રતમાં બાળાઓને માતાજીની કથાઓ સંભળાવવામાં આવે છે અને તેમને સંસ્કારોનું મહત્વ સમજાવવામાં આવે છે. આ વ્રત દ્વારા બાળાઓમાં ધાર્મિક ભાવના જાગૃત થાય છે. આ વ્રત દીકરીઓ દ્વારા તેમના પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. અને તેઓ સમાજમાં ઉત્તમ નાગરિક બને તેવી શુભકામનાઓ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version