ફરી એક વખત વૈશ્વિક તણાવને કારણે શેર બજારમાં સારા 700 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. માર્કેટ બંધ થવાની તૈયારી હતી ત્યારે સેન્સેક્સ માં 760 પોઈન્ટ નો ઘટાડો નોંધાયો હતો જ્યારે નિફ્ટી 265 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહી હતી સવારના સત્રમાં સેન્સેક્સ અને નીતિ માં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
પરંતુ બપોર બાદ નબળા સંકેતો તેમજ અમેરિકા રાજકીય પરિસ્થિતિ તેમજ સાથેના યુદ્ધને કારણે અને ડોનાલ્ડ ટ્રમ્પ ની ભારત પ્રત્યેની નવી ધમકીઓના પગલે શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. છયહશફક્ષભય કંપનીનો શેર છેલ્લા ત્રણ દિવસમાં 150 રૂૂપિયા તૂટી ગયો છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા કડાકા બોલી જતાં સેન્સેક્સ 85,000 ની અંદર અને નીતિ 26,000 ની અંદર પહોંચી ગઈ હતી. આજે મેટલના શેરોમાં મોટા ગાબડ પડ્યા હતા.
ગઈકાલે ચાંદીમાં નોંધાયેલા ઘટાડા બાદ ચાંદીમાં આજે પણ 7500 રૂૂપિયા તૂટ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે જેને કારણે ચાંદીના ભાવમાં આજે 1900 રૂૂપિયા નો ઘટાડો શરૂૂઆતના પ્રારંભિક સત્રમાં જોવા મળ્યો હતો.
બપોર બાદ વધુ વેચવાની ના પગલે ગઈકાલના બંધ ભાવથી ચાંદીમાં આજે 7,500 રૂૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ સોનામાં પણ આજે 800 રૂૂપિયા નો ઘટાડો જોવા મળ્યો હતો. આજે એમસીએક્સ માં સોનાનો ભાવ 1,37,400 જોવા મળ્યો હતો જ્યારે ચાંદીનો ભાવ ₹2,42,000 350 જોવા મળ્યા હતા. રાજકોટના હાજર ભાવની વાત કરીએ તો ચાંદીનો ભાવ પ્રતિ કિલો ના ₹2,44,350 અને સોનાના ₹1,39,850 જોવા મળ્યા હતા.

