રાષ્ટ્રીય

બ્રિજભૂષણ સામે જુબાની આપનાર વિનેશ ફોગાટ સહિત મહિલા રેસલર્સની સુરક્ષા પાછી ખેંચાઇ

Published

on


ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સાથે જોડાયેલા મામલા અંગે એક પોસ્ટ કરી છે. તેમાં તેણે કહ્યું છે કે, દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપનાર મહિલા રેસલર્સની સુરક્ષા હટાવી દીધી છે. આ પોસ્ટમાં તેણે દિલ્હી પોલીસ, દિલ્હી મહિલા આયોગ અને રાષ્ટ્રીય મહિલા આયોગને ટેગ પણ કર્યા છે.


દિલ્હી પોલીસે વિનેશ ફોગાટની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હીના ડીસીપીના જણાવ્યા અનુસાર, ફાયરિંગ પ્રેક્ટિસ માટે પીએસઓને બોલાવવામાં આવ્યા હતા. પોલીસ પ્રેક્ટિસમાં આ એક સામાન્ય પ્રવૃત્તિ છે. પીએસઓ તાલીમ લઈને તેમની ફરજ પર પરત ફર્યા હતા. આ માહિતી કુસ્તીબાજોને અગાઉથી આપવામાં આવી હતી. સુરક્ષા પાછી ખેંચવાનો કોઈ આદેશ નથી. જો આવું થયું હશે તો તપાસ થશે.નોંધનીય છે કે, આ મામલે આ વર્ષે મે મહિનામાં બ્રિજ ભૂષણને મોટો ઝટકો લાગ્યો હતો. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજ ભૂષણ સામે ચાર્જ ફ્રેમ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ તેની સામે કલમ 354, 506 અને અન્ય કલમો હેઠળ આરોપો નોંધવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ તેની વિરૂૂદ્ધ યૌન શોષણના આરોપોના કેસની તપાસ કરી રહી છે.

આ કેસમાં બ્રિજ ભૂષણ વિરુદ્ધ જૂન 2023માં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.જાન્યુઆરી 2023માં, જ્યારે વિનેશ, સાક્ષી અને બજરંગ પુનિયા તેમજ ઘણી યુવા મહિલા કુસ્તીબાજો સાથે મળીને નવી દિલ્હીના જંતર-મંતર પર બૃજભૂષણ શરણ સિંહ સામે લડત આપી રહ્યા હતા. વિનેશ-સાક્ષી સહિત ઘણી મહિલા કુસ્તીબાજોએ બૃજભૂષણ પર છેડતી, યૌન શોષણ અને મનસ્વીતાનો આરોપ લગાવ્યો હતો.
અને તેને ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ પદ પરથી હટાવવાની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version