પીઠડિયા ટોલનાકે કર્મચારી ઉપર હુમલો કરનાર સ્કોર્પિયો ચાલકની ધરપકડ

રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેતપુર નજીક આવેલા પીઠડીયા ટોલનાકા પર સામાન્ય બાબતે બોલાચાલી બાદ સ્કોર્પિયો…

રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેતપુર નજીક આવેલા પીઠડીયા ટોલનાકા પર સામાન્ય બાબતે બોલાચાલી બાદ સ્કોર્પિયો ચાલક દ્વારા ટોલ કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસે આ મામલે કડક વલણ અપનાવી આરોપી સામે ખૂનની કોશિશનો ગુનો નોંધી તેની ધરપકડ કરી અસામાજિક પ્રવૃત્તિ કરનારા તત્વોને બોધપાઠ મળે તે હેતુથી પોલીસે આરોપીને સાથે રાખીને પીઠડીયા ટોલનાકા તેમજ ગામના વિસ્તારોમાં રિક્ધસ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું.

મળતી માહિતી મુજબ, વીરપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા પીઠડીયા ટોલ પ્લાઝા પરથી એક સ્કોર્પિયો ગાડી પસાર થઈ રહી હતી. ટોલ ટેક્સ ભરવા જેવી સામાન્ય બાબતે ચાલક અને ટોલ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને ઉશ્કેરાયેલા સ્કોર્પિયો ચાલક વિપુલ કાઠીએ ટોલ કર્મચારીને બેફામ ગાળો આપી હુમલો કર્યો હતો.આ ઘટનાના સીસીટીવી ફૂટેજનો વીડિયો વાયરલ થયા બાદ અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી હતી. વીરપુર પોલીસે આરોપી વિપુલ કાઠી વિરુદ્ધ ખૂનની કોશિશ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

કાયદાનો ડર જળવાઈ રહે અને આવી અસામાજિક પ્રવૃત્તિ કરનારા તત્વોને બોધપાઠ મળે તે હેતુથી પોલીસે આરોપીને સાથે રાખીને પીઠડીયા ટોલનાકા તેમજ ગામના વિસ્તારોમાં રિક્ધસ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી ટોલનાકે લઇ જઈ ત્યાં માફી મંગાવી હતી. સ્થાનિકોમાં પોલીસની કામગીરીની સરાહના થઈ રહી છે. પોલીસે જે રીતે ત્વરિત કાર્યવાહી કરી ‘ખૂનની કોશિશ’ જેવી કડક કલમો લગાવી છે, તેનાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે અને આરોપીના અન્ય ગુનાહિત ઈતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે.