યુટર્ન લેવા જતા બાઇક ચાલકે ઝઘડો કરી ગાળો ભાંડી
શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોેલેજ પાસે સ્કૂલવાનના ચાલક સાથે ઝઘડો કરી બાઇક ચાલકે ગાળોભાંડી ઢીકા પાટુનો માર મારતા ઇજાગ્રસ્ત સ્કુલવાન ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ પર નંદનવન સોસાયટી આરએમસી કવાર્ટરમાં રહેતો અને સ્કૂલવાન ચલાવતો હરેશ બાબુભાઇ જોશી (ઉ.વ.32)નામનો યુવાન આજે સવારે આઠ વાગ્યે સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓને બેસાડી સયાજી હોટેલ પાસે આવેલી એલેન્ટ સ્કૂલમાં મુકવા જતો હતા ત્યારે આત્મીય કોલેજ પાછળ જગન્નાથ ચોકમાં પહોંચતા અજાણયા બાઇક ચાલકે ઝઘડો કરી ગાળો ભાંડી ઢીકા પાટુનો માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
તેણે ગાડીનો યુટર્ન લેવા જતા બાઇક ચાલકે ઝઘડો કરી માર માર્યોનો જાણવા મળ્યુ છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

