Site icon Gujarat Mirror

વ્યાજખોર કાકાના ત્રાસથી નવાગામની પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી લીધું

શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક નવાગામમાં રહેતી પરિણીતાએ વ્યાજખોર કાકાના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પતિ જેલમાં હોવાથી 3 વર્ષ પહેલા કાકા પાસેથી 3 લાખ વ્યાજે લીધા હતા જેનુ નિયમિત વ્યાજ ચૂકવવા છતાં કાકા પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હોવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે.

જાણવા મળતી વિગત મુજબ નવાગામ આવાસ યોજના કવાર્ટરમાં રહેતી સોનુ ઇમરાનભાઇ મોગલ (ઉવ.26)નામની પરિણીતાએ ગઇકાલે રાત્રે પોતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં તેનો પતિ જેલમાં હોવાથી તેણે 3 વર્ષ પહેલા તેના કામા જૂમ્મા કાસમ પાસેથી રૂા.3 લાખ વ્યાજે લીધા હતા. બાદમાં તેનુ નિયમિત વ્યાજ ચૂકવતા હોવા છતાં કાકા પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી હેરાન કરતા હોય જેથી આ પગલું ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.

પોપટપરામાં વ્યાજખોરોના ત્રાસથી રિક્ષાચાલકે ફિનાઇલ પીધુ

પોપટપરા શેરી નં.11માં રહેતા રિક્ષા ચાલક દિલાવર અજીતભાઇ ઠુંઠા (ઉ.વ.32)નામના યુવાને ગઇકાલે સાંજે ફિનાઇલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણે બે શખ્સો પાસેથી રૂા.80 હજાર અને રૂા.30 હજાર વ્યાજે લીધા હતા. બાદમાં આ વ્યાજખોરો વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતા હોય જેથી કંટાળી આ પગલુ ભરી લીધાનું જણાવ્યુ હતું.

Exit mobile version