Site icon Gujarat Mirror

ફેરિયાને ધીમેથી બોલવાનું કહેતા દંપતી વચ્ચે ડખ્ખો, પતિએ પત્નીએ બેફામ માર માર્યો

પતિ બેફામ માર મારતાં પરિણીતા ત્યાંથી ભાગી આજી ડેમ પહોંચી, પોલીસે ગુનો નોંધ્યો

નવાગામ આણંદપર ઢોરે રામાપીરના મંદિરની પાછળ રહેતી પરિણીતા રંજનબેન(ઉ.વ. 28) દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ અશોક ઉર્ફે ગોપાલ જયંતીભાઈ ભખોડિયાનું નામ આપ્યું છે.

પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન આઠ વર્ષ પહેલા અશોક ઉર્ફે ગોપાલ સાથે થયા હતા.સંતાનના એક દીકરો અને દીકરી છે.પરિણીતા પતિ સાથે રાંધણ ગેસના બાટલાની ગાડીમાં મજૂરીકામ કરવા જાય છે.પરિણીતાના લગ્ન થયા ત્યારે પતિ રીક્ષા ચલાવતો હતો. લગ્ન જીવન એકાદ વર્ષ સારી રીતે ચાલ્યા બાદ પતિ દારૂૂની લતે ચડી જતા રીક્ષા ચાલવાનું છોડી મજૂરીકામ પર લાગી ગયો હતો.પતિ ઘર ખર્ચ જેટલા રૂૂપિયા ઘરમાં આપી બાકીના પૈસાથી દારૂૂ પીને ઘરે આવતો હતો. પરિણીતા દારૂૂ પીને ઘરે ન આવવાનું કહેતા પતિ શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. આથી પરિણીતા માવતરના ઘરે રિસામણે જતી રહેતી હતી. ત્યારે પતિ તેણીના માવતર એ જઈ હવે હેરાન નહીં કરું તેવું કહી પરિણીતાને ઘરે લઈ આવતો હતો.

ગઈકાલ બપોરે એકાદ વાગ્યા આસપાસ ઘરે જમવા બેઠા હતા ત્યારે શેરીમાંથી ફેરીયાવાળો નીકળ્યો હતો. ત્યારે પતિએ ફેરીયાવાળાને કહ્યું કે,” તારે અહીં જોર જોરથી બોલવું નહીં” કહી ગાળો આપવા લાગ્યો. આથી પરીણીતાએ કહ્યું કે,” તમે તેને શું કામ ગાળો બોલો છો તેનો શું વાંક છે?” પતિને આ વાત સારી ન લાગતાં પરિણીતાને માર ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો.પરિણીતા પોતાના બચાવ માટે ઘરેથી ભાગી આજીડેમ એ જતી રહી હતી.

જ્યાં અજાણ્યા યુવકે પરિણીતાને રડતા જોઈ કારણ પૂછ્યું ત્યારે પરિણીતાએ હકીકત જણાવી હતી. યુવકે પરિણીતા પાસેથી તેના માતા શોભનાબેનના ફોન નંબર લઈ બનાવની જાણ કરતા માતા શોભનાબેન અને પિતા દિનેશભાઈ સોલંકી આજીડેમ પહોંચી ગયા હતાં. બાદમાં પરિવાર સાથે વાત કર્યા બાદ પરિણીતાએ પતિ વિરૂૂધ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version