સૌરાષ્ટ્ર

વેરાવળમાં જહાજોમાંથી ડીઝલ ચોરી કરી ઓછા ભાવે વેચવાનું કૌભાંડ: ત્રણ ઝડપાયા

Published

on

ગીર સોમનાથ જીલ્લાની ખાનગી કંપનીઓના ટ્રાન્સપોર્ટેશન માટે દરિયામાં ચાલતા જહાજોમાં કામ કરતા કર્મચારીઓ સાથે સાંઠ ગાંઠ કરી જહાજોમાંથી ચોરી છુપીથી ડિઝલ કાઢી લઈ બજારમાં માર્કેટ ઓછા ભાવે વેચવાનું રેકેટ ચલાવતા કોડીનારના બે અને ઉનાના એક શખ્સની એલસીબીએ ધરપકડ કરી છે. આ શખ્સો પાસેથી ચોરી કરેલ 2225 લીટર ડીઝલ, બોલરો સહિત રૂ.4.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જીલ્લામાં માર્કેટ રેટ કરતા ઓછા ભાવે ડીઝલ વેચાતું હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. દરમ્યાન આ અંગે એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે જીલ્લાના કોડીનાર તાલુકાના મુળ દ્રારકા બંદરના દરિયાની ખાડીના કિનારે પાસેથી (1) હસન હુશેન સંધી ઉ.વ.37, રહે.ઉના, (2) જુનેદઅલી અલીમહમદ કચ્છી ઉ.વ.39, (3) વલીભાઇ હસન કુરેશી ઉ.વ.36 બંન્ને રહે. કોડીનાર વાળાને શંકાસ્પદ 2225 લીટર ડીઝલના જથ્થા, 45 કેરબા, બોલેરો પીકઅપ તથા સ્કૂટર મળી કુલ રૂ.4.52 લાખના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પકડાયેલ ત્રણેય શખ્સોની આગવીઢબે પૂછપરછ કરતા તેઓ જીલ્લામાં કાર્યરત શાપોરજી પાલોનજી તથા અંબુજા સિમેન્ટ કંપનીઓના ટ્રાન્સપોર્ટેશન માટે દરીયામાં ચાલતા જહાજોમાં કામ કરતા કર્મચારીઓ સાથે સાંઠ ગાંઠ કરી જહાજોમાંથી ચોરી છુપીથી ડિઝલ કાઢી લેતા હતા. બાદમાં આ ડીઝલનો જથ્થો બજારમાં ઓછા ભાવે વેંચી નાંખતા હોવાની કબૂલાત આપી હોવાનું એલસીબી પીઆઈ એસ.એમ.ઈશરાણીએ જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version