સૌરાષ્ટ્ર યુનિ.નો દોઢ વર્ષથી બંધ પડેલો સ્વિમિંગ પૂલ શરુ

રાજકોટમાં અત્યારે કાળઝાળ સમયે જ ગરમી પડી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શહેરના તરવૈયાઓ માટે ટાઢક કરાવે તેવા સમાચાર છે. સપ્ટેમ્બર 2024થી એટલે…

રાજકોટમાં અત્યારે કાળઝાળ સમયે જ ગરમી પડી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શહેરના તરવૈયાઓ માટે ટાઢક કરાવે તેવા સમાચાર છે. સપ્ટેમ્બર 2024થી એટલે કે છેલ્લા દોઢ વર્ષથી બંધ પડેલો ઓલિમ્પિક કક્ષાનો ઇન્ડોર સ્વિમિંગ પૂલ આખરે શરૂૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, બીજી તરફ યુનિવર્સિટીનો વિશાળ આઉટડોર સ્વિમિંગ પૂલ હજુ પણ ગંદકી અને તંત્રની ઉદાસીનતાને કારણે બંધ હાલતમાં છે. આંતર કોલેજ, રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય સ્પર્ધા માટેનો આ સ્વિમિંગ પૂલ 25.50 બાય 12.50 મીટરનો છે અને તેની કેપેસિટી 28 લાખ લિટર પાણીની છે, જેથી આ સ્વિમિંગ પૂલ તાત્કાલિક શરૂૂ થાય તે જરૂૂરી છે. હાલમાં શરૂૂ થયેલા પ્રેક્ટિસ સ્વિમિંગ પૂલમાં શિખાઉ સ્વિમર લાઇફ જેકેટ સાથે સ્વિમિંગ શીખે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના NIS (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ)નું સર્ટિફિકેટ ધરાવતા કોચ જય ભટ્ટે જણાવ્યું કે, કુલપતિ અને ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામકના માર્ગદર્શન હેઠળ ઇન્ડોર સ્વિમિંગ પૂલ શરૂૂ કરાયો છે. આ સ્વિમિંગ પૂલ ઓલિમ્લિક કક્ષાનો 25.50 બાય 12.50 મીટરનો છે. 7.5 ફૂટની ઉંડાઈ ધરાવતા આ પૂલમાં દૈનિક 7 લાખ લિટર પાણીની જરૂૂરિયાત રહે છે.

આ સૌરાષ્ટ્રનો એકમાત્ર ટેમ્પરેચર મેન્ટેન પૂલ છે, જેથી શિયાળામાં પણ લોકો સ્વિમિંગ કરી શકે. જ્યારે બહારનો આઉટ ડોર સ્વિમિંગ પૂલ 20 બાય 50 મીટરનો પૂલ છે. બંને પૂલની ઊંડાઇ 7.5 ફૂટ છે. હાલ અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ સ્પર્ધા સહિતની તૈયારી કરતા 30 જેટલા સ્પર્ધકો આવે છે.સ્વિમર અશ્વિન ગોહિલે જણાવ્યું કે, હું સ્ટોક માર્કેટ ટ્રેડર છું અને સ્વિમિંગમાં એક્સરસાઇઝ માટે આવું છું. જે લોકો સ્વિમિંગ કોમ્પીટિશનમાં ભાગ લેવા માંગે છે, તેઓ માટે બેસ્ટ સ્વિમિંગ પૂલ છે. અહીં ટ્રેનર દ્વારા ખૂબ જ સારું ગાઇડન્સ આપવામાં આવે છે. અહીં અપાતા ગાઇડન્સને કારણે મારા પર્ફોમન્સમાં પણ સુધારો થયો છે. સ્વિમિંગ કરવાથી માઇન્ડ ફ્રેશ રહે છે. આ ઉપરાંત ડાયજેસ્ટના પ્રશ્નો હોય તો તે પણ દૂર થઈ જાય છે. સ્વિમિંગથી માઈન્ડ અને બોડીને ફાયદો થાય છે. મારો પુત્ર પણ અહીં સ્વિમિંગ માટે આવે છે, જેમાં પણ ખૂબ જ સારું ઇમ્પ્રુવેન્ટ જોવા મળી રહ્યું છે, જેનું માઇન્ડ પણ શાર્પ થાય છે.