ગોંડલમાં યુવાન ઉપર મહિલા સહિતના શખ્સો ધોકા વડે તૂટી પડ્યા

પરિણીતાને પતિ સહિતનાએ માર મારતા સારવારમાં ખસેડાઈ ગોંડલમાં સરકારી હોસ્પિટલ સામે રહેતા યુવાન ઉપર મહિલા સહિતના શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને…

પરિણીતાને પતિ સહિતનાએ માર મારતા સારવારમાં ખસેડાઈ

ગોંડલમાં સરકારી હોસ્પિટલ સામે રહેતા યુવાન ઉપર મહિલા સહિતના શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં સરકારી હોસ્પિટલ પાસે રહેતા કિશન જગદીશભાઈ સોલંકી નામનો 19 વર્ષનો યુવાન સરકારી હોસ્પિટલ નજીક હતો ત્યારે સની, શિવો અને ભારતીબેન સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા રેશ્માબેન એજાજભાઈ મકરાણી નામની 29 વર્ષની પરિણીતા પોતાના ઘર પાસે હતી ત્યારે તેના પતિ સહિતનાએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બન્ને બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.