સલાયા મરીન પોલીસમાં હાલમાં જ પી.આઈ. એમ.બી.ગજ્જરની નિમણૂક કરવામા આવી છે.ત્યારે એમના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોસ્ટેબલ ઓમદેવસિંહ ભીખુભા જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે અમુક શખ્સો નાયરા એનર્જી કંપની દેવળીયા ખાતેથી ડીઝલના ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરી અને એ ડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરે છે.
એ બાતમી અનુસંધાને આજરોજ વોચ ગોઠવતા દાતા ગામના મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા નાયરા કંપની દેવળીયા ખાતેથી ડીઝલના ટેન્કરો ચલાવતા હોય અને ટેન્કરમાંથી ડીઝલનો અમુક જથ્થો કેરબા અને બેરલમાં ભરી ચોરી કરી અને તે ચોરી કરેલ ડીઝલનો જથ્થો બોલેરો કેમ્પરમાં ભરી પોતાની સ્કોર્પિયો કાર વડે પાયલોટિંગ કરી સીમાની કાલાવડ ગામ ખાતે વેચાણ કરવા ગયેલાં હોય એવી બાતમી મળેલ જે હકીકતે વોચ ગોઠવતા કુલ પાંચ આરોપી 1.મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા રહે, દાતા 2. હરદેવસિંહ વિક્રમસિંહ ચુડાસમા રહે, દખણા બારા 3.હરીશ સામત ધમા રહે,દાતા 4.રાજદીપસિંહ ભીખુભા ચુડાસમા રહે, દખણા બારા 5. રણજીતસિંહ ધીરુભા ચુડાસમા રહે,સીમાની કાલાવડ વાળાઓને ડીઝલ લીટર 800 જેની કિંમત રૂૂપિયા 72000/- તથા રોકડા રૂૂપિયા 85700/- તથા સ્કોર્પિય કાર કિંમત રૂૂપિયા 15 લાખ તથા બોલેરો કેમ્પર કિંમત રૂૂપિયા 500000/- તથા મોબાઈલ નંગ 2 કિંમત રૂૂપિયા 30000/- મળી કુલ રૂૂપિયા 2187700/- અંકે એકવીસ લાખ સીતાસી હજાર સાતસો રૂૂપિયાનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી પાંચેય શખ્સો ઉપર ગુન્હો દાખલ કરેલ છે.
આ કામગીરીમાં સલાયા મરીન પોલીસના પી.આઈ.એમ.બી.ગજ્જર , એએસઆઈ દેવેન્દ્રસિંહ જાડેજા, હેડ.કોન્સ્.ઓમદેવસિંહ જાડેજા,પીઠાભાઈ જોગલ,ધર્મેન્દ્રસિંહ જાડેજા, કરણભાઈ સોંદરવા વગેરે જોડાયા હતા.હમણાં જ ચાર્જ સંભાળનાર પી.આઈ. ગજ્જર સાહેબ દ્વારા કડક પગલાં ભરી આ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમોને પકડી અને કાર્યવાહી કરતા આવી પ્રવૃતિઓ કરતા શખ્સોમાં ગભરાટ ફેલાયો છે.

