Sports

ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારનાર સાંઈ સુદર્શન બન્યો ચોથો ઓપનર

Published

on

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વન ડે સિરીઝના પહેલા મુકાબલમાં ભારતે શાનદાર જીત સાથે સિરીઝની શરૂૂઆત કરી છે. આ મેચમાં સાઈ સુદર્શનના નામે અનોખો રેકોર્ડ નોંધાયો છે. સાઈ સુદર્શને જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે વન ડે ડેબ્યૂ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. સાઈ સુદર્શન આ અડધી સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વન ડે ડેબ્યૂમાં પચાસથી વધુ રન બનાવનારો ચોથો ખેલાડી બન્યો છે. સુદર્શને માત્ર 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને ભારતને 8 વિકેટે જીત અપાવી દીધી.
કેપ્ટન કેએલ રાહુલે તેને કેપ આપી ત્યારે સાઈ ભારતીય જર્સી પહેરનાર 400મો ખેલાડી બન્યો. આ મેચમાં દક્ષિણ આફ્રિકા 27.3 ઓવરમાં માત્ર 116 રનમાં ઓલઆઉટ થઈ ગયા બાદ તે બેટિંગ માટે ઉતર્યો હતો. અર્શદીપ સિંહ અને આવેશ ખાને આફ્રિકાની બેટિંગ લાઇનઅપ તોડી નાખી હતી. ટાર્ગેટનો પીછો કરતા સાઈ સુદર્શન રૂૂતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ માટે આવ્યો હતો. સાઈએ તેની ઈનિંગ્સની શરૂૂઆત શાનદાર કવર ડ્રાઈવથી કરી. રુતુરાજના આઉટ થયા પછી સાઈએ એ સુનિશ્ચિત કરવાની જવાબદારી લીધી કે ભારતને રન ચેઝમાં કોઈ આંચકો ન લાગે. સાઈએ માત્ર 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને ડેબ્યૂ મેચમાં 50 પ્લસનો સ્કોર કરનાર 17મો ભારતીય બેટ્સમેન બન્યો. તે વન ડે ડેબ્યૂમાં અડધી સદી ફટકારનાર ચોથો ભારતીય ઓપનર પણ બન્યો છે. તેણે શ્રેયસ અય્યર સાથે 88 રનની ભાગીદારી કરી.

વન ડે ડેબ્યૂમાં 50થી વધુ રન બનાવનારા ભારતીય ઓપનર

રોબિન ઉથપ્પા – 2006માં ઈંગ્લેન્ડ સામે 86 રન
કેએલ રાહુલ – 2016માં ઝિમ્બાબ્વે સામે 100 રન
ફૈઝ ફઝલ – 2016માં ઝિમ્બાબ્વે સામે 55
સાઈ સુદર્શન – 2023માં દક્ષિણ આફ્રિકા સામે 55 રન,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version