થાનગઢ-જામવાળીના પાંચ ખનીજ માફિયાઓને 640 કરોડનો દંડ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને જામવાળીના પાંચ ખનીજ માફિયાઓને રૂા.640 કરોડનો દંડ ફટકારતો ધાક બેસાડતો હુકમ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને જામવાડી પંથકમાં ક્વોરી લીઝ…

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને જામવાળીના પાંચ ખનીજ માફિયાઓને રૂા.640 કરોડનો દંડ ફટકારતો ધાક બેસાડતો હુકમ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને જામવાડી પંથકમાં ક્વોરી લીઝ ધારકો દ્વારા નિયત મંજૂરી કરતા વધુ વિસ્તારમાં ખોદકામ કરી ગેરકાયદે ખનન કરવામાં આવતું હોવાની બાબતો સામે આવી હતી. જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે લીઝ ધારકો દ્વારા સ્થળ પર મોટા પાયે બિનઅધિકૃત ખોદકામ આચરવામાં આવ્યું હતું માત્ર કાગળ પર લીઝ દર્શાવીને બહારના સરકારી કે ખાનગી સર્વે નંબરોમાંથી બારોબાર કરોડો રૂૂપિયાનું ખનીજ ઉલેચી લેવાનું કૌભાંડ પકડાયું હતું.
ભૂસ્તર વિભાગની તપાસ ટીમોએ સ્થળ પર માપણી અને તકનીકી ચકાસણી હાથ ધરીને ગેરકાયદે ખનનનો ચોક્કસ તાળો મેળવ્યો હતો, તપાસના અંતે સુરેન્દ્રનગર કચેરી દ્વારા પાંચ લીઝ ધારકો વિરુદ્ધ કડક શિક્ષાત્મક પગલાં ભરતાં કુલ રૂૂ. 640 કરોડથી વધુની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં મોજે જામવાળીના સર્વે નંબર 21/2/1 પૈકી 2.02.34 હેક્ટરમાં ખનન કરતા ધરમશીભાઈ મંગાભાઈ કોળીને સૌથી વધુ રૂૂ. 3,38,22,25,364 એટલે કે 338 કરોડથી વધુનો દંડ ફટકારાયો છે.

આ ઉપરાંત જામવાડીમાં જ સર્વે નંબર 21/2 પૈકી 1 ના લીઝ ધારક વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતરને રૂૂ. 1,57,03,57,952 એટલે કે 157 કરોડથી વધુનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે સ્વર્ગસ્થ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવના વારસદારો રંજનબાળા અને રૂૂપાબેનને સર્વે નંબર 144/2 પૈકી 03.99.53 હેક્ટર વિસ્તાર માટે રૂૂ. 1,09,61,66,063 નો દંડ કરાયો છે. આ જ વારસદારોને સર્વે નંબર 209 પૈકીના વિસ્તારમાં ગેરરીતિ બદલ રૂૂ.3,53,81,608 નો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત રંજનબાળા હસમુખભાઈ સચદેવને સર્વે નંબર 209 પૈકી 4-00-00 હેક્ટરમાં નિયમોના ઉલ્લંઘન બદલ રૂૂ.32,38,56,476 નો દંડ કરવામાં આવ્યો છે. આમ માત્ર જામવાડીના બે લીઝ ધારકો પાસેથી જ અંદાજે રૂૂ.495 કરોડથી વધુની રકમ વસૂલવા હુકમ કરાયો છે.આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બદલ ભૂસ્તર વિભાગે લીઝ ધારકોને આર્થિક દંડ ફટકારીને કડક વૈધાનિક પગલાં લેવાની પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે તમામ કસૂરવાર લીઝ ધારકો સામે આગામી સમયમાં જમીન મહેસૂલ ધારા હેઠળ કડક રાહે વસૂલાતની તજવીજ શરૂૂ કરવામાં આવશે.જો નિર્ધારિત સમયમર્યાદામાં દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો તમામ લીઝ તાત્કાલિક અસરથી કાયમ માટે રદ કરી દેવાની કાર્યવાહી હાથ ધરાશે.આ ઉપરાંત કુદરતી સંપત્તિના આડેધડ નિકંદન અને ગેરકાયદે ખોદકામથી થયેલા નુકસાન સામે વળતર પણ આ તમામ પાસેથી વસૂલ કરવામાં આવશે.