રાજકોટ રેલવે ડિવિઝને એક જ હરાજીમાં રૂા.7.09 કરોડના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણ

પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝને સ્ક્રેપ નિકાલના ક્ષેત્રમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ડિવિઝને 13 ઑક્ટોબર 2026ના રોજ આયોજિત એક જ હરાજીમાં ₹7.09 કરોડ મૂલ્યના…

પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝને સ્ક્રેપ નિકાલના ક્ષેત્રમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ડિવિઝને 13 ઑક્ટોબર 2026ના રોજ આયોજિત એક જ હરાજીમાં ₹7.09 કરોડ મૂલ્યના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણ કર્યું છે. રાજકોટ ડિવિઝનના ઇતિહાસમાં કોઈપણ એક હરાજીમાં થયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ સ્ક્રેપ વેચાણ છે. આ સિદ્ધિ સાથે રાજકોટ ડિવિઝને ચાલુ નાણાકીય વર્ષ 202627માં અત્યાર સુધીમાં કુલ ₹22.65 કરોડનું સંચયી (કુલ) સ્ક્રેપ વેચાણ નોંધાવ્યું છે, જે આ સમયગાળા દરમિયાન ડિવિઝનનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. આ સિદ્ધિઓ ડિવિઝનની અસરકારક મટિરિયલ મેનેજમેન્ટ સિસ્ટમ, પારદર્શક ઈ-હરાજી પ્રક્રિયા અને રેલવે સંસાધનોના બહેતર ઉપયોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ નોંધપાત્ર સફળતામાં રાજકોટ ડિવિઝનના સ્ટોર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમના સંકલિત પ્રયાસો અને નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસાર સ્ક્રેપ નિકાલ કરવાથી બિનઉપયોગી તેમજ વધારાની સામગ્રીનું મહત્તમ આર્થિક મૂલ્ય મેળવવામાં સફળતા મળી છે.

રેલવેના સંચાલન, જાળવણી અને વિકાસ કાર્યો દરમિયાન ઉત્પન્ન થતી બિનઉપયોગી સામગ્રીનો સમયસર નિકાલ માત્ર વધારાની આવક જ ઊભી કરતો નથી, પરંતુ સ્ક્રેપના રિસાયક્લિંગને પ્રોત્સાહન આપીને રેલવે પરિસરોને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવામાં પણ મદદરૂૂપ સાબિત થાય છે.