RMCને નાણાકીય વર્ષના પ્રથમ મહિને જ ટેક્સની આવક રૂા.100 કરોડને પાર

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-07-04ના રોજ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. એડવાન્સ વેરો ચૂકવવાને 10% વળતર…

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-07-04ના રોજ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. એડવાન્સ વેરો ચૂકવવાને 10% વળતર આપવાનું ચાલુ છે. તારીખ:-30-04-2026 સુધીના ના રોજ કુલ 1,65,559 કરદાતા દ્રારા રૂૂ. 100.17 કરોડ ની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ 1,22,141 કરદાતા દ્રારા ઓનલાઇન રૂૂ. 72.57 રોડ તથા 43,418 કરદાતા દ્રારા ચેક તથા રોકડા થી રૂૂ. 27.68 કરોડ આવક થયેલ છે. સદરહું કુલ વેરામાં 11.99 કરોડ જેટલી માતબર રકમ નું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.

આ ડિસ્કાઉન્ટ યોજના હેઠળ 31-05-2026 સુધી સામાન્ય કરદાતાઓને 10% ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે 15% ડિસ્કાઉન્ટ નું પ્રદાન કરવામાં આવે છે.ત્યાબાદ 1 જુન 2026 થી 30 જુન 2026 સુધી મહિલાઓ માટે 10% ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ બંને યોજનાઓનો લાભ લેવા નમ્ર અરજ કરવામાં આવે છે.