અનેક વખત તાકીદ કરવા છતાં બાકી હપ્તાની રકન ન ચૂકવતા લેવાયો નિર્ણય
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામા આવી હતી. એ પૈકી અનેક વખત તાકીદ કરવા છતા દસ્તાવેજ કે ભાડા કરાર કરાવેલ ન હોય આ તમામ અરજદારોની આવાસની ફાળવણી રદ કરવા થયેલા હુકમના પગલે પાંચ લાભાર્થીના આવાસની ફાળવણી રદ કરવામા આવી છે.
શહેરની ટીમી સ્કીમ નં.17 પૈકી વૃંદાવન હાઉસીંગ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીમાં બ્લોક નં.(ડી)માં ફ્લેટ નં.604 અને બ્લોક નં.(કે)મા ફ્લેટ નં.104ના લાભાર્થીને અનેક વખત જાણ કરવામા આવવા છતા બાકી હપ્તાની રકમ ભરપાઇ કરવામા આવી નથી. આવી જ રીતે પરિશ્રમ હાઉસીંગ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીમાં ફ્લેટ નંબર એફ-104 તેમજ પરિવાર હાઉસીંગ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીમાં ફ્લેટ નંબર એ-806 અને શિવશક્તિ હાઉસીંગ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીમાં ફ્લેટ નં.એ-1104ના લાભાર્થીઓએ પણ તંત્ર તરફથી અનેકવખત જાણ કરવા છતા બાકી હપ્તાની રકમ જમા કરવામા આવી નથી. ઉક્ત તમામ ફ્લેટની ફાળવણી રદ કરવા માટે હુકમ થયો છે.
