રાષ્ટ્રીય

રાહુલ ગાંધીના ઘરની બહાર BJPના શીખ નેતાઓનો હંગામો! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?

Published

on

વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે ત્યારે આ દરમિયાન રાહુલ ગાંધીએ શીખોને લઈને નીએદન આપ્યું હતું. અને તેમને નિવેદનને લઈને ભારે હોબાળો મચ્યો છે. આજેદિલ્હી બીજેપીના શીખ સેલના અધિકારીઓએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર વિરોધ કરવા આવ્યા હતા. સાંજે 4 વાગ્યાની આસપાસ ભાજપના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને હંગામો મચાવ્યો. કેટલાક અધિકારીઓ દિલ્હી પોલીસના બેરિકેડ પર ચઢી ગયા હતા અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

બાદમાં, દિલ્હી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભાજપના શીખ નેતાઓ (આરપી સિંહ સહિત)ને કસ્ટડીમાં લેવા પડ્યા હતા. પોલીસના હાથે ઝડપાયા બાદ બીજેપીના શીખ નેતા આરપી સિંહે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, “રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. તેમણે ભારતને બદનામ કરવા માટે વિદેશી ધરતીનો ઉપયોગ કર્યો છે. તેમણે ખોટી રજૂઆત કરી છે. રાહુલ ગાંધીએ હવે માફી માંગી છે.” પિતાજીનો સમય ભૂલી ગયા. રાજીવ ગાંધીએ દિલ્હીમાં 3000 શીખોની હત્યા કરી હતી.

હકિકતમાંૃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારતમાં શીખોને પાઘડી કે કડું પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં અથવા શીખોને ગુરુદ્વારામાં જવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ તે મુદ્દે ભારતમાં લડાઈ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version