Site icon Gujarat Mirror

ગડુ નજીક ખૂંટિયો આડો ઉતરતા રિક્ષા પલટી, પાંચ વર્ષના બાળકનું મોત

માળિયાહાટીના તાલુકાના ભંડૂરી-ગડુ વચ્ચે ખુંટીયો આડે ઉતરતા ઓટો રિક્ષા પલ્ટી મારી જતા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું અને 1 વ્યક્તિને ઇજા પહોંચી હતી. અકસ્માતના બનાવ અંગે મળતી વિગતો અનુસાર ગીર સોમનાથના આજોઠા ગામના શામળદાસ વલ્લભદાસ ગોંડલીયા અને તેમનો 6 લોકોનો પરિવાર કેશોદ તાલુકાના રાણિંગપરા ગામે તેમની દીકરીને મુકવા પોતાની ઓટો રિક્ષામાં આવી રહ્યો હતો ત્યારે માળિયા હાટીના પંથકના ભંડૂરી-ગડુ વચ્ચે નેશનલ હાઇવે પર ધણખૂટ રોડ વચ્ચે ઉતરતાં ઓટો રિક્ષાએ પલ્ટી મારી ગઈ હતી.

અકસ્માતથી રિક્ષા ચાલક શામળદાસ ગોંડલિયા, પવન કૌશિકભાઈ ગોંડલિયા ઉ. વ. 5 સહિતનાને ઇજા થતાં સારવાર માટે ખાનગી વાહન મારફત કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડાયાં હતા. જ્યાં ફરજ પરના ડોકટરે બાળકનું મોત થયાનું જાહેર કર્યું હતું. 5 વર્ષના બાળકના અકાળે મોતથી પરિવારજનોમાં ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું. અકસ્માતના બનાવ અંગે માળિયાહાટીના પોલીસે પોસ્ટ મોર્ટમ સહિત કાર્યવાહી સાથે ઘટનાની આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી.

Exit mobile version