શહેરમાં રિક્ષા ગેંગના કારસ્તાનો યથાવત રહ્યા છે. કોઠારીયા રોડ પર રાધા પેલેસ કોમ્પ્લેક્ષમાં રહેતા અને વાવડીમાં પાનની દુકાન ધરાવતાં અશોકભાઈ કનેરીયા (ઉ.વ.55)નું રિક્ષા ગેંગે પાકીટ તફડાવી લેતા આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ રિક્ષા ગેંગના બંને સભ્યો હાર્દિક સુરેશ પરમાર (ઉ.વ.20, રહે. ચુનારાવાડ શેરી નં.5) અને સાગર ધીરૂૂ રાઠોડ (ઉ.વ.30, રહે. મનહરપરા શેરી નં.1)ને ઝડપી લેવાયા હતા.
ગઈ તા.21ના રોજ બપોરે અશોકભાઈ પત્ની જયશ્રીબેન સાથે ગોંડલ ચોકડીએથી ઘરે જવા માટે રિક્ષામાં બેઠા હતા. તે વખતે અજાણ્યો પેસેન્જર પણ બેઠો હતો. માલધારી ફાટક નજીક તે અજાણ્યા પેસેન્જરે ઉલ્ટી-ઉબકાના નાટક શરૂૂ કરી દીધા હતા. ગુલાબનગરના ખુણે પહોંચતા રિક્ષાચાલકે ઉલ્ટી-ઉબકાનું નાટક કરનાર પેસેન્જરને સ્પેશિયલ ભાડાથી બેસાડ્યા છે તેમ કહી બંનેને ઉતારી દીધા હતા.
ત્યાર પછી અશોકભાઈએ તપાસ કરતાં પાકીટ ગાયબ મળ્યું હતું. જેમાં રૂૂા. 3 હજાર રોકડા, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે હતા. રિક્ષા ચાલકની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ નહીં મળતાં આખરે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી બંને આરોપીઓને ઝડપી લઈ રિક્ષા ઉપરાંત રૂૂા. 3 હજાર કબજે કર્યા હતા.આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલ,પો.સબ ઈન્સ. વી.જી.ડોડિયા,એ.એસ.આઇ. રવિભાઇ વાંક, પિયુષભાઇ ચિરોડીયા,સંજયભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા,દેવાંગભાઇ પાલા, હિતેષભાઇ અગ્રાવત,વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ,મહેશભાઇ કોઠીવાળ તથા મનીષભાઇ શિરોડીયાએ કરી હતી.
