ભીમ અગિયારસે જુગારના 5 હાટડા પર દરોડા; પતા ટીંચતા 6 મહિલા સહિત 38 શકૂની ઝડપાયા

ગંજીવાડા, લોઠડા ગામે, ખોખડદળ અને લાપાસરી સ્મશાન પાસે પોલીસ ત્રાટકી :2.80 લાખનો મુદ્દામાલ કબજે ભીમ અગિયારસમાં તહેવારમાં સૌરાષ્ટ્રમાં જુગાર રમવાની પરંપરા રહેલી છે. આજે ભીમ…

ગંજીવાડા, લોઠડા ગામે, ખોખડદળ અને લાપાસરી સ્મશાન પાસે પોલીસ ત્રાટકી :2.80 લાખનો મુદ્દામાલ કબજે

ભીમ અગિયારસમાં તહેવારમાં સૌરાષ્ટ્રમાં જુગાર રમવાની પરંપરા રહેલી છે. આજે ભીમ અગિયારસ હોવાથી પોલીસે પણ જુગારીઓ ઉપર બાજ નજર રાખી છે. ત્યારે શહેરમાં જુગારના પાંચ હાટડા ઉપર પોલીસે દરોડા પાડી પતા ટીંચતા છ મહિલા સહિત 38 શખ્સોને રૂા. 2.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન લોઠડા ગામે કુકડીયા પરિવારના મઠ પાસે જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીંચતા વશરામ ધરમશીભાઇ કુકડીયા, અજય ચકુભાઇ કુકડીયા, અજીત ધનજીભાઇ કુકડીયા, અનીલ જશાભાઇ કુકડીયા, બીજલ ધનજીભાઇ કુકડીયા, હરસુખ છગનભાઇ કુકડીયા, મનસુખ ચોથાભાઇ કુકડીયા અને નરેશ રમેશભાઇ સરવૈયાને ઝડપી પાટી પટમાંથી રૂા.14490ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજા દરોડામાં ખોખડદળથી પડવલા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા સાહિત અતુલભાઇ સોલંકી, તેજજ્ઞ સિતારામ ગોયા, સાયર નંકુભાઇ પરમાર અને કલ્પેશ ધીરુભાઇ કાંજીયાને ઝડપી પાડી પટમાંથી રૂા.1660ની રોકડ કબજે કરી હતી. જયારે ત્રીજા દરોડામાં લાપાસરી ગામે સ્મશાન નજીક રહેતા દિલીપસિંહ પ્રતાપસિંહ બારડના રહેણાંક મકાનમાં દરોડો પાડી પતા ટીંચતા મકાન માલિક દિલીપસિંહ ઉપરાંત ઉદય કરશનભાઇ કુવાડીયા, પ્રવિણ સોમાભાઇ બાબરીયા, રાજેશ ઉકાભાઇ લાવડીયા, ભરત અરજણભાઇ ડાંગર, જીતેન્દ્રસિંહ નટુભાઇ પરમાર, કિશનસિંહ ઝીલુભા બારડ અને ભગીરથસિંહ બનેસિંહ ખેરડીયાને ઝડપી લઇ પટમાંથી રૂા.24970ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોથા દરોડામાં ગંજીવાડા શેરી નં.39માં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા મીનાબેન હરેશભાઇ, હેતલબેન પ્રવિણભાઇ ઝાલા, આશાબેન સંજયભાઇ ભેસજાળીયા, પરેશ સુરેશભાઇ મેટાડીયા, નિલેશ કરશનભાઇ સરવૈયા, મહેશ કાનાભાઇ ડાભી, સંજય પરસોત્તમભાઇ ભેસજાળીયા અને હર્ષદ અશોકભાઇ સાપરાને ઝડપી પાટી પટમાંથી રૂા.29910ની રોકડ સહિત કુલ રૂા.1.01.000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જયારે આજ વિસ્તારમાં બીજા દરોડામાં પતા ટીંચતા રેખાબેન ભરતભાઇ કોબીયા, કાજલબેન કમલેશભાઇ લુણાગરીયા, કુંજલબેન અતુલભાઇ ધોળકીયા, સંજય મનુભાઇ ચાવડા, કમલેશ જેન્તીભાઇ લુણાગરીયા, ધર્મેશ ભરતભાઇ કોબીયા, અરવિંદ સુરાભાઇ મેટાડીયા, આનંદ સાથાભાઇ સાબડીયા અને રણજીત હકાભાઇ ધોળકીયાને પકડી પાડી પટમાંથી રૂા.58300ની રોકડ સહિત કુલ 1.37.300નો મુદ્દામલ કબજે કર્યો હતો.