રાજકોટમાં પાણીનો ટાંકો ભરતી વખતે બીજા માળેથી પટકાયેલા નિવૃત્ત એસટી કર્મચારીનું મોત

આટકોટમાં પિતાના બાઇક પરથી ગબડી પડેલા 3 વર્ષના પુત્રનું મોત રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલા મારુતીનગરમાં રહેતા નિવૃત એસટી કર્મચારી બીજા માળ પર પાણીનો ટાંકો…

આટકોટમાં પિતાના બાઇક પરથી ગબડી પડેલા 3 વર્ષના પુત્રનું મોત

રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલા મારુતીનગરમાં રહેતા નિવૃત એસટી કર્મચારી બીજા માળ પર પાણીનો ટાંકો ભરતા હતા ત્યારે અકસ્માતે નીચે ગબડી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર મારુતીનગરમાં રહેતા નિવૃત એસટી કર્મચારી બાલકુષ્ણભાઇ ઉમીયાશંકરભાઇ લખેલાણી (ઉ.વ.75) પોતાના ઘરે બીજા માળે પાણીનો ટાંકો ભરવા ચડ્યા હતા. તે દરમિયાન પાળી પર બેઠા હતા ત્યારે અકસ્માતે ગબડી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં આટકોટના રાણપુર ગામે ખેત મજૂરી કરતા મડીયાભાઇ મચ્છ પોતાના ત્રણ વર્ષના પુત્ર રાહુલને બાઇકમાં બેસાડી હટાણુ કરવા જતા હતા ત્યારે પાછળ બેઠેલો માસુમ પુત્ર અકસ્માતે બાઇક પરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક રાહુલનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે અને મૃતક બાળક બે ભાઇ બે બહેનમાં નાનો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.