સોખડા રોડ પરથી કારમાં છૂપાવેલ 1 લાખના દારૂ સાથે એક ઝડપાયો

રાજકોટ શહેરમાં દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક દ્વારા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં…

રાજકોટ શહેરમાં દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક દ્વારા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ શહેર ક્રાઈમ પ્રિવેન્શન બ્રાન્ચ (PCB) ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.

પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સંતોષભાઈ મોરી, હરદેવસિંહ રાઠોડ તેમજ પોલીસ કોન્સ્ટેબલ દેવરાજભાઈ કળોતરા અને હિરેન્દ્રસિંહ પરમારને સંયુક્ત બાતમી મળી હતી કે, સોખડા ચોકડીથી સોખડા ગામ તરફ જતા રોડ પર આવેલી રાણીમા રૂૂડીમા રેસ્ટોરન્ટના પાર્કિંગમાં એક ક્રેટા કારમાં વિદેશી દારૂૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ ચોક્કસ હકીકતના આધારે પીસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસ દરમિયાન પાર્કિંગમાં ઉભેલી હ્યુન્ડાઈ ક્રેટા કાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી અલીએહમદ બસીર શેખ (ઉં.વ. 29, રહે. વિનોદનગર આવાસ યોજના ક્વાર્ટર, બ્લોક નં. 20, ક્વાર્ટર નં. 2269, હુડકો ચોકડી પાસે, રાજકોટ) નામના આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આમ, પોલીસે કુલ 420 બોટલ વિદેશી દારૂૂ (કિંમત રૂૂ. 1,01,400/-) અને ક્રેટા કાર મળી કુલ રૂૂ. 9,01,400/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કામગીરીમાં પી.આઈ. એમ. આર. ગોંડલીયા, પી.એસ.આઈ. પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા સહિત પીસીબી સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.