ગુજરાત

રાજ્યના છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

Published

on

સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં કેટલાક સ્થળો પર અતિભારે વરસાદ પડી શકે છે. તથા દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, નવસારી, વલસાડ, દમણ તથા પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


નર્મદા, ભરૂૂચ, ડાંગ, તાપી અને રાજકોટ, જામનગર, સોમનાથ તથા બોટાદ, ભાવનગર, અમરેલી તથા કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે .તેમજ છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં પણ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. સુરત, નવસારી સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે.


બે દિવસ માત્ર સુરતને ઘમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે તમામ નદીઓ ગાંડીતૂર થઇ છે ધોધમાર વરસાદ થતા અનેક જળાશયો છલકાયા તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.

ગુજરાત પર આકાશી આફત, બે બાળકો સહિત 5નાં મોત
સમગ્ર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં અકાશમાંથી આફતો વરસી રહી હોય તેમ ગઇકાલે પાંચ લોકોના અલગ અલગ બે દૂર્ઘટનામાં મોત થયા હતા. બનાસકાંઠામાં વીજળી પડતા બે બાળકોના મોત નિયજયા છે. બનાસકાંઠાના સુઇગામનાં આ દૂર્ઘટના ધતી હતી. આ ઉપરાંત ગઇકાલે દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે મકાન ધરાશાય જતા 11 લોકો દબાયા હતા અને તેમાંથી બે યુવતી સહિત એક મહિલાનું મોત નીપજયું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version