જમીન-મકાનના દલાલે સિકયોરીટી ગાર્ડને પાર્ટનર બનાવી કાર લોન લઇ છેતરપિંડી કરી

મોટામવામાં રુદ્ર પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં અને સૂત્રાપાડામાં ગુજરાત હેવી કેમિકલ લીમીટેડ કંપનીમાંથી નિવૃત થયેલા ગીરીશભાઈ ભટ્ટ (ઉ.વ.60) જેને ત્યાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતા તેવા…

મોટામવામાં રુદ્ર પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં અને સૂત્રાપાડામાં ગુજરાત હેવી કેમિકલ લીમીટેડ કંપનીમાંથી નિવૃત થયેલા ગીરીશભાઈ ભટ્ટ (ઉ.વ.60) જેને ત્યાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતા તેવા રામભાઈ રંગાણી (સફલ રેસીડેન્સી)એ તેના નામે કારની લોન લઈ હપ્તા નહીં ભરી છેતરપીંડી કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં ગીરીશભાઈએ જણાવ્યું છે કે અગાઉ સ્પીડવેલ ચોક નજીક પેન્ટાગોન બિલ્ડિંગમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા ત્યારે સુધીર ખુંટના પરિચયમાં આવ્યા હતા. જેણે કહ્યું કે તેને પાર્ટનર સાથે બીગબજાર પાસે લેવલ-6માં ટ્રેડિંગની ઓફિસ ખોલવાની છે. જેથી તેને ત્યાં નોકરી પર આવવું પડશે. આ પછી ત્યાં નોકરીએ લાગ્યા હતા. તે વખતે સુધીર સાથે આરોપી પાર્ટનર તરીકે જોડાયો હતો. બંને ટ્રેડિંગ અને જમીન મકાનને લગતું કામ કરતા હતા.

ગત ઓક્ટોબર મહિનામાં આરોપીએ તેને લોન પર કાર લેવાની છે પરંતુ લોન મંજૂર થતી નથી તેમ કહી તેના નામે કાર લોન લેવાની વાત કરી હતી. જેથી તેઓ સહમત થઈ ગયા હતા અને પોતાના દસ્તાવેજો આપી દીધા હતા. પરંતુ ગમે તે કારણસર રાજકોટમાં લોન નહીં થતાં આરોપીએ સુરતમાં તેના ભાગીદાર રૂૂપેશ અને અરૂૂણ મારફતે લોન કરાવી હતી. લોન મંજૂર થઈ ગઈ હતી. ઈનોવા ક્રિસ્ટા કારના રૂૂા. 88,190ના કુલ 31 હપ્તાની રૂૂા. 24.50 લાખની લોન મંજૂર થઈ હતી, જે હપ્તા આરોપીએ ભરવાની ખાતરી આપી હતી.

આરોપીએ કારની ડિલેવરી લીધા બાદ બે મહિના સુધી હપ્તા ભર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. પોતાની ઓફિસ પણ બંધ કરી તે જતો રહ્યો હતો. બંને મોબાઈલ નંબર પણ બંધ કરી દેતાં આખરે તેના વિરૂૂધ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.