ટ્રાન્સપોર્ટ વાહનની નવી સીરિઝ GJ-03-CWનું 13મીથી રિઓકશન

હેવી ગુડઝ, ટ્રાન્સપોર્ટ, વ્હીકલ ઓનલાઇન પસંદગીના નંબર મેળવી શકશે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા હેવી ગુડ્સ વ્હીકલ, ટ્રાન્સપોર્ટ વાહનોને લગતી સીરિઝ GJ-03-CWનું રી-ઓક્શન તા.…

હેવી ગુડઝ, ટ્રાન્સપોર્ટ, વ્હીકલ ઓનલાઇન પસંદગીના નંબર મેળવી શકશે

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા હેવી ગુડ્સ વ્હીકલ, ટ્રાન્સપોર્ટ વાહનોને લગતી સીરિઝ GJ-03-CWનું રી-ઓક્શન તા. 13 મે, 2026થી શરૂૂ કરવામાં આવશે. જેમાં ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે ઇચ્છુક વાહનમાલિકો તેમના વાહનનું http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરીને ભાગ લઈ શકશે.

નવી સીરિઝના ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા. 13 મેથી તા. 17 મે દરમિયાન ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા. 17 મેથી 19 મેના સાંજે 04 કલાક સુધી ઓનલાઇન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. 20 મેના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરીને રફક્ષભુ ક્ષીળબયિ બજ્ઞજ્ઞસશક્ષલ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પબ્લિક યુઝર પસંદ કરીને આઈ.ડી. બનાવવાનું રહેશે. ત્યારબાદ સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે.

પસંદગીનો નંબર સિલેક્ટ કરીને દર્શાવેલી ફી પૈકી ઓછામાં ઓછી ફી ભરવાની રહેશે. – ત્યારપછી હરાજીમાં ભાગ લઈને નંબર મેળવ્યા બાદ 05 દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવાની રહેશે. – હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ. કચેરીએથી અપ્રુઅલ લઈને નંબર મેળવવાનો રહેશે. – અરજદારે વાહન ખરીદીના 07 દિવસમાં સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, વાહનનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂૂરી છે. વાહન ખરીદી તારીખથી 07 દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.