રાજકોટ શહેરનું ધો.10નું પરિણામ 89.19%

39,459 વિદ્યાર્થીઓમાંથી 4262 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 7296ને A2 ગ્રેડ: 100 ટકા પરિણામ ધરાવતી 130 શાળા, જ્યારે 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 9 શાળા અને ત્રણ…

39,459 વિદ્યાર્થીઓમાંથી 4262 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 7296ને A2 ગ્રેડ: 100 ટકા પરિણામ ધરાવતી 130 શાળા, જ્યારે 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 9 શાળા અને ત્રણ શાળા એવી જેનું પરિણામ “શૂન્ય”

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે . જેમાં રાજકોટ શહેરનું પરિણામ 89.19% તથા જિલ્લાનું પરિણામ 88.11% પરિણામ નોંધાયું છે. જે ગત વર્ષની સાપેક્ષમાં 0.95 ટકા પરિણામ વધુ નોંધાયું છે. વિવિધ શાળાઓ માં વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામના પગલે હરખની હેલી જોવા મળી અને વિદ્યાર્થીઓમાં પણ મને ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટની વાત કરવામાં આવે તો શૂન્ય ટકા એટલે કે એક પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 માં પાસ ન થયા હોય તેવી ત્રણ શાળા છે, સો ટકા રીઝલ્ટ જે આવ્યું હોય તેવી 130 શાળા અને 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું હોય તેવી 9 શાળા નોંધાય છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 ના પરિણામમાં સ્ટાન્ડર્ડ ગણિત વિષયે નવો ઇતિહાસ અને રેકોર્ડ સર્જ્યો છે મળતી માહિતી મુજબ આ વર્ષે સ્ટાન્ડર્ડ ગણિતમાં 99.63 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે જે ખૂબ મોટી વાત છે અને આ તમામ વર્ષના તમામ મુખ્ય વિષયોમાં સૌથી વધુ પરિણામ આવ્યું છે. સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં કુલ 51,564 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી તેમાંથી 51,5006 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 51,316 વિદ્યાર્થીઓએ આ વિષય પાસ કર્યો છે.

વિગતવાર ચર્ચા કરવામાં આવે તો સ્ટાન્ડર્ડ ગણિતની ટકાવારી 99.63%, અંગ્રેજી વિષયની ટકાવારી 98.11%, સામાજિક વિજ્ઞાનની 94.15 ટકા, વિજ્ઞાનની 87.48% અને બેઝિક મેથ્સની 84.86% નોંધાઈ છે.

રાજકોટ શહેર અને જિલ્લાનું સરેરાશ પરિણામ 88% થી વધુનું છે કારણ કે શહેરમાં 89.19% અને જિલ્લામાંથી 88.11 ટકા નોંધાયું છે. જેમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4262, A2 ગ્રેડ મેળવનાર 7296 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડ મેળવનાર 7534, B2 ગ્રેડમાં 7181, C1 ગ્રેડમાં 5786, C2 ગ્રેડમાં 2623 અને D ગ્રેડમાં 164 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.

12 વિસ્તારોમાં વિભાજિત : સૌથી વધુ પરિણામ વૈશાલીનગરમાં 96.11%
વિસ્તાર પરિણામ
લક્ષ્મીનગર ….89.78 ટકા
રેસકોર્સ ….92.05 ટકા
કરણપરા…..74.87 ટકા
રણછોડનગર….90.02 ટકા
ભક્તિનગર….92.88 ટકા
માલવિયાનગર….95.50 ટકા

વિસ્તાર પરિણામ
કોઠારીયા….91.05 ટકા
કોટેચાનગર….91.22 ટકા
વૈશાલીનગર….96.11 ટકા
પોપટપરા….87.27 ટકા
બજરંગવાડી….84.88 ટકા
નવા થોરાળા….84.69 ટકા